Godhara/ ફરી મળી આવી ₹ 16.61લાખની રદ્દ થયેલી ચલણી નોટો

અવારનવાર રાજ્યમાં મોટી માત્રામાં જૂની નોટો મળી રહી છે. આજ રોજ ગોધરા ના સાતપુલ વિસ્તારમાંથી જૂની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. બંધ થયેલ નોટો સાથે 2 ઇસમોની અટકાયત કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat
dinesh sharma 3 ફરી મળી આવી ₹ 16.61લાખની રદ્દ થયેલી ચલણી નોટો

@નામદેવ પાટીલ, મંતવ્ય ન્યૂઝ-ગોધરા,

ગુજરાતમાં જૂની ચલણી નોટો મળી આવવાની સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હજુ પણ મોટા પાયે જૂની નોટો ઘરબાયેલી હોય તેમ લાગી રહ્યું છે. અવારનવાર રાજ્યમાં મોટી માત્રામાં જૂની નોટો મળી રહી છે. આજ રોજ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે કારનો પીછો કરી ગોધરાના સાતપુલ વિસ્તારમાંથી જૂની ચલણી નોટો ઝડપી પાડવામાં આવી છે. બંધ થયેલ નોટો સાથે 2 ઇસમોની અટકાયત કરવામાં આવી છે.

#CoronaUpdate / ગુજરાત માટે રાહતના સમાચાર, લાંબા સમય બાદ નવા કેસ ત્રણ આંકડામાં નોંધાયા

Coronavirus / કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતે કરેલી કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન

પ્રાપ્ત  વિગતો અનુસાર અટકાયત કરાયેલા 2 ઈસમો પૈકી એક ઘોઘંબા ઉપસરપંચનો  પુત્ર  હોવાનું જાણવા મળ્યું છે. કુલ અંકે રૂ. 16.61 લાખની બંધ થયેલ 500 અને 1000 ના દરની નોટો ઝડપાઇ  છે. 1000 ના દરની 561 અને 500ના દરની 2200 નોટ સાથે 2 ની અટકાયત કરાઈ છે.

Ambaji / નવરાત્રિ પ્રસંગે મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો

નોધનીય છે કે, અગાઉ પણ ગોધરા શહેરમાંથી બે-ત્રણ મહિના અગાઉ પણ પાંચ કરોડની રદ થયેલી ચલણી નોટો મળી આવી હતી. જે ગુથ્થી હજુ પણ વણઉકેલાયેલી છે.

ahmedabad / AMC વિપક્ષ નેતા દિનેશ શર્માએ વિવાદો વચ્ચે આપ્યું રાજીનામું