સ્થાનિક સ્વરાજની ચૂંટણી નક્કી થાય એ પહેલા જ અમદાવાદ મનપાના વિપક્ષ નેતા દિનેશ શર્મા એ રાજીનામું આપ્યું છે. જેને લઈને ફરી એકવાર કોંગ્રેસમાં આંતરિક કલહ સપાટી પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા દિનેશ શર્મા વિરુદ્ધ સુર ઉઠ્યા હતા. અને તેમને દિનેશ શર્મા ને બદલવા માટે માંગ કરી હતી. વિવાદોના વંટોળ વચ્ચે આજે દિનેશ શર્માએ રાજીનામું આપ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મનપા ના વિપક્ષના નેતા દિનેશ શર્મા ને બદલવા અંગે કોંગ્રેસના જ બે ધારાસભ્ય એ માંગ કરી હતી. બાપુનગરના ધારાસભ્ય હિંમત સિંહ પટેલ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દિનેશ શર્મા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે.
નોધનીય છે કે, હાલમાં પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. અને અને ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણી યોજાશે. ત્યારે કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક કલહ કયક ભાજપને ફાયદો પહોચાડી શકે છે.
