Not Set/ અદૃશ્ય થઈને બીજા સ્થેળે જવું શક્ય છે? ફેસબૂકે ટેલિપોર્ટેશન ટેકનોલોજી પર શરુ કર્યું કામ

ક્વોન્ટમ ટેકનોલોજીમાં હાંસલ કરવી મહારત, ટેકનોલોજી પુરી સમજવામાં વિજ્ઞાનઓ અસમજ, ક્વોન્ટમ વર્લ્ડના દરવાજા સંશોધકો છે ખુલ્લા, અનેક કલ્પનાઓ ફેરવાય હકીકતમાં

Trending Tech & Auto
અદ્રશ્ય અદૃશ્ય થઈને બીજા સ્થેળે જવું શક્ય છે? ફેસબૂકે ટેલિપોર્ટેશન ટેકનોલોજી પર શરુ કર્યું કામ

વિવિધ દેવી-દેવતા અને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઈ બીજી જગ્યાએ પહોંચી જાય એવી કથાઓ આપણે ધર્મગ્રંથોમાં વાંચી છે. ધાર્મિક સિરિયલોમાં જોઈ પણ છે. હકીકતમાં એવું શક્ય છે? વિજ્ઞાનીઓ પાસે તેનો પાક્કો જવાબ તો નથી, પરંતુ તેના પ્રયાસો દાયકાઓથી ચાલે છે. એક જગ્યાએથી અંતરધ્યાન થઈ દૂરના સ્થળે પહોંચી જવાની ક્રિયાને ટેલિપોર્ટેશન કહેવાય. ફેસબૂક આ ટેલિપોર્ટેશન ટેકનોલોજી પર કામગીરી કરી રહ્યું છે.

Facebook is talking about teleportation, but not in the way you think | TechRadar

2030 સુધીમાં ટેલિપોર્ટેશન શક્ય

ફેસબુક બનાવે છે નવા ગોગલ્સ

ફેસબૂક આ ટેલિપોર્ટેશન ટેકનોલોજી પર કામગીરી કરી રહ્યું છે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં ટેલિપોર્ટેશન શક્ય બનશે. ફેસબૂક એ પ્રકારના ગોગલ્સ બનાવી રહ્યું છે. અગાઉ ગૂગલે પણ ગૂગલ ગ્લાસ નામે ક્રાંતિકારી ચશ્માં બનાવવાનો પ્રયોગ આરંભ્યો હતો. માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે અત્યારે મીટિંગ માટે અને અન્ય કામો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરવાથી ક્લાઈમેટ ચેન્જમાં વધારો થાય છે.  કેમ કે પ્રવાસ કરવા માટે વાહન, રહેવા માટે હોટેલ, અન્ય ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ અને પ્રદૂષણ ફેલાવો બન્ને સર્જાય. એ સ્થિતિ ટાળવા માટે ફેસબૂક આ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરે છે. માર્કના કહેવા પ્રમાણે કાલ્પનિક લાગતી આ સ્થિતિ થોડા વર્ષોમાં વાસ્તવિકતા બનશે.

Teleportation Stock Photos And Images - 123RF

ક્વોન્ટમ ટેકનોલોજીમાં હાંસલ કરવી મહારત 

ટેકનોલોજી પુરી સમજવામાં વિજ્ઞાનઓ અસમજ

ક્વોન્ટમ વર્લ્ડના દરવાજા સંશોધકો છે ખુલ્લા

અનેક કલ્પનાઓ ફેરવાય હકીકતમાં

સૌથી મોટો સવાલ એ છે કે એક સ્થળેથી અદૃશ્ય થઈને આખા શરીરને બીજા સ્થળે ટ્રાન્સફર કરવું શક્ય છે? તેનો જવાબ હા અને ના બન્ને છે. સૈદ્ધાંતિક રીતે તો એવું શક્ય છે, પરંતુ એ માટે ક્વોન્ટમ ટેકનોલોજીમાં મહારત હાંસલ કરવી પડે. પરંતુ આ ટેકનોલોજી હજુ વિજ્ઞાનીઓ પુરી સમજી શક્યા નથી.  ક્વોન્ટમ વર્લ્ડના દરવાજા સંશોધકો માટે પુરાં ખુલ્યાં નથી. બીજી તરફ અનેક એવી કલ્પનાઓ હકીકતમાં ફેરવાઈ છે, માટે આ કલ્પના પણ હકીકતમાં ફેરવાઈ શકે તેની કોઈ ના કહી ન શકે.

Facebook is dabbling in a 'teleportation' station set to launch by 2025

અદૃશ્ય થઈને બીજા સ્થેળે જવું શક્ય છે?

જવાબ છે હા અને ના

સૈદ્ધાંતિક શક્ય નથી

કલ્પનાઓ હકીકતમાં ફેરવાઈ પણ શકે

 ટેલિવિઝ સિરિયલ સ્ટાર ટ્રેકમાં આ પ્રકારે અદૃશ્ય થતાં પાત્રો હાજર છે. તો વળી અનેક વિજ્ઞાનકથાઓમાં પણ ટેલિપોર્ટેશન પામતા વ્યક્તિની વાતો છે. ત્યારે હવે ફેસબુક આપા પર કેટલું કામ કરે છે તે  જોવાનું રહ્યું.