ગુજરાત/ બસ નહીં,તો મત નહીં…..મકાન નહીં, તો મત નહીંના બેનરો લગાવી ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર

મહેસાણા અને સાબરકાંઠામાં  ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવવામાં અવાય છે. ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કરતા અને પોસ્ટરો લગાવ્યા છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 30T153443.607 1 બસ નહીં,તો મત નહીં.....મકાન નહીં, તો મત નહીંના બેનરો લગાવી ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર

ચૂંટણી આવી છે તો રાજનેતાઓ પ્રજા વચ્ચે પહોંચી ગયા છે. તો પ્રજા પણ પોતાના કામ કઢાવવા માટે રાજનેતાઓ અને તંત્રને ચીમકીઓ આપવા લાગી છે.   કારણ કે આમ પણ નેતાઓ જીતી ગયા પછી પાંચ વર્ષ પછી જ દેખાય છે. ત્યારે  મહેસાણા અને સાબરકાંઠામાં  ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવવામાં અવાય છે. ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કરતા અને પોસ્ટરો લગાવ્યા છે.

આપને જણાવી દઈએ કે, મહેસાણા તાલુકાનના કુકરવાડા ગામના લોકોએ ગામ સુધી બસની માગ કરી છે ગામમાં લગાવવામાં આવેલ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, બસ નહીં, તો મત નહીં… જણાવી દઈએ કે, કુકરવાડા ગામમાં 25 ગામના લોકો ખરીદી માટે આવે છે. કુકરવાડા ગામમાં મોટી APMC હોવાને કારણે અહીં ખેડૂતો રહે છે. અપૂરતી બસ વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ગ્રામજનોનું કહેવું છે કે, પહેલા કરતા હાલ કુકરવાડા ગામમાં આવી રહેલ બસો 20 ટકા છે. આ બસો કેમ બંધ કરવામાં આવી? લોકોને ઈરાદા પૂર્વક હેરના કરવાના માટે બસો બંધ કરવામાં આવી હોય તેવું જણાવ્યું હતું. સાથે સાથે એવું પણ જણાવ્યું કે નવ વાગ્યા બાદ કોઈ બસ આવતી નથી. તો એ બસો ચાલુ કરવા ઉગ્ર માગ કરવામાં અવી છે.

સાબરકાંઠા ચૂંટણી બહિષ્કારનાં બેનર

લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ  સાબરકાંઠામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગવાના શરુ થઈ ગયા છે. જીલ્લાના ઇડરના વસાઈ ગામમાં પણ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા હતા. ત્યાંના ગ્રામજનોએ ગ્રામ પંચાયતનું મકાન નહીં તો મત નહીં લખેલા બેનરો લગાવ્યા છે. સત્તાધારી પક્ષોએ વસાઈ ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા બેનરો પણ લગાવ્યા હતા. ગ્રામજનોએ બેનરો લગાવીને ચૂંટણીનો વિરોધ કર્યો હતો. હાલમાં તેઓ ગ્રામીણ પંચાયતના ભાડાના મકાનમાં ચાલે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી