Police Recruitment/ જમ્મુ-કાશ્મીર પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી કેસમાં છેડછાડ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (JKSSB) એ 2022 માં જમ્મુ અને કાશ્મીર પોલીસ માટે સબ ઇન્સ્પેક્ટરના પદ માટે પરીક્ષા યોજી હતી. આ પરીક્ષામાં અનેક ઉમેદવારોએ હેરાફેરીના આક્ષેપો કર્યા હતા

Top Stories India
4 4 1 જમ્મુ-કાશ્મીર પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી કેસમાં છેડછાડ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (JKSSB) એ 2022 માં જમ્મુ અને કાશ્મીર પોલીસ માટે સબ ઇન્સ્પેક્ટરના પદ માટે પરીક્ષા યોજી હતી. આ પરીક્ષામાં અનેક ઉમેદવારોએ હેરાફેરીના આક્ષેપો કર્યા હતા, જેની તપાસમાં અનેક સનસનીખેજ ખુલાસા થયા છે. આ પરીક્ષાને લઈને કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે તેનું પ્રશ્નપત્ર જલંધરના પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું. લીક થયેલા પેપરને જમ્મુમાં દસ હજારથી પંદર લાખ રૂપિયામાં વેચવામાં આવતું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પરીક્ષાનું પ્રશ્નપત્ર જલંધરના એક પ્રેસમાં છપાયું હતું અને તે ત્યાંથી લીક થયું છે. શરૂઆતમાં આ પ્રશ્નપત્ર 15 લાખમાં વેચાયું હતું પરંતુ બાદમાં તેની કિંમત 10 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આ સમગ્ર પ્રકરણમાં હાલમાં જમ્મુ અને કાશ્મીર સેવા ભરતી બોર્ડના લગભગ આઠ અધિકારીઓ સહિત 15 લોકોની ઓળખ કરવામાં આવી છે. તેમાં એક મીડિયા કર્મી ઉપરાંત CRPFમાં કમાન્ડેટ રેન્કના નિવૃત્ત અધિકારી અને અખનૂરના એક નિવૃત્ત CRPF જવાનોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુના અખનૂર સ્થિત એક પુસ્તકાલયમાં અભ્યાસ કરતા 40 ઉમેદવારો જ્યારે આ સબ-ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષામાં સફળ થયા, ત્યારે હંગામો શરૂ થયો. જૂનમાં પરિણામ બહાર આવતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તેમણે તપાસમાં કૌભાંડ અને પેપર લીક અંગે જરૂરી તથ્યો એકત્ર કર્યા હતા. તેઓ એફઆઈઆર દાખલ કરે તે પહેલા, જમ્મુ અને કાશ્મીરના અધિક મુખ્ય સચિવ આરકે ગોયલની આગેવાની હેઠળની તપાસ સમિતિએ અહેવાલ સુપરત કર્યો અને સીબીઆઈ તપાસ માટે આગ્રહ કર્યો.

જમ્મુ અને કાશ્મીર પોલીસ ઓર્ગેનાઈઝેશનમાં સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ પર લાયક ઉમેદવારોની ભરતી માટે માર્ચમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. 1200 જગ્યાઓ માટે 97 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વર્ષે જૂનમાં પરિણામ આવ્યું અને પસંદગી યાદીમાં લગભગ 20 ઉમેદવારો સગા ભાઈ- બહેનો હતા. 40 ઉમેદવારો એક જ પ્રદેશના હોવાના પણ આક્ષેપો થયા હતા.