ડ્રગ્સ કેસ/ NCB કરી રહી છે આર્યન ખાનની પૂછપરછ, સુનીલ શેટ્ટીએ કહ્યું – તે બાળક છે…

NCB એ જે લોકોની અટકાયત કરી છે તેમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન પણ શામેલ છે. આ સમાચાર સામે આવ્યા બાદ સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા સામે આવી છે..

Top Stories Entertainment
આર્યન ખાન

બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની અત્યારે ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારે મોડી રાતે ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટી દરમિયાન NCB ના દરોડા પડ્યા હતા અને જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાં શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન નું નામ પણ શામેલ હતું. આ સમાચાર સામે આવ્યા સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા સામે આવી છે.

આ પણ વાંચો :રેવ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના દીકરા સહિત આ લોકોની પૂછપરછ કરી છે NCB

NCB ની કાર્યવાહી પર સુનીલ શેટ્ટીએ આર્યન વિશે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. તેમણે કહ્યું, “હું કહેવા માંગુ છું કે જ્યાં પણ દરોડા પડે છે, તેઓ ઘણા લોકોને પકડે છે. અને અમે માની લઈએ છીએ કે આ બાળકે ડ્રગ્સ સેવન કર્યું હશે અથવા આ બાળકે કર્યું હશે. પરંતુ કાર્યવાહી ચાલુ છે, તે બાળકને શ્વાસ લેવાની તક આપો. હંમેશા બોલિવૂડ પર, જ્યારે આપણા ઉદ્યોગને કંઇક થાય છે, ત્યારે મીડિયા દરેક વસ્તુ પર તૂટી પડે છે અને સમજે છે કે આવું જ થયું છે. બાળકને તક આપો. સત્ય બહાર આવવા દો. બાળકની સંભાળ રાખવાની જવાબદારી આપણી છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આર્યન ખાનની પૂછપરછ થઈ રહી છે પરંતુ તેની પાસેથી ડ્રગ્સ પકડાયા હોવાની શક્યતા ઓછી છે. આશંકા તો એવી પણ છે કે, અન્ય એક બોલિવુડ સ્ટારના દીકરાની પણ આ કેસમાં અટકાયત કરવામાં આવી છે. જોકે, આ મુદ્દે ઈટાઈમ્સ હજી સુધી પુષ્ટિ કરી શક્યું નથી.

આ પણ વાંચો :હોસ્પિટલમાં દાખલ યુવતી સાથે બાથરૂમમાં બળાત્કાર, ફાર્મસીમાં કામ કરતા યુવકે આચરી ક્રૂરતા

જણાવી દઈએ કે, ગત રાત્રે ન્યૂઝ એજન્સીએ ટ્વિટ કરીને લખ્યું હતું, “મહારાષ્ટ્ર: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈમાં ક્રૂઝ પર થયેલી એક પાર્ટીમાંથી ઓછામાં ઓછા 10 લોકોની અટકાયત કરી છે. વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.”

મીડિયા રિપોર્ટ પ્રમાણે સાત કલાક સુધી ચાલેલા દરોડામાં એનસીબીને કોકીન, હશીશ, મેફેડ્રીન સહિતના ચાર પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે.એનસીબીની પૂછપરછમાં હજી પણ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.

મુંબઈ અને ગોવા વચ્ચેની આ ક્રુઝનુ ઓપિનિંગ તાજેતરમાં જ થયુ હતુ અને તે વખતે યોજાયેલી પાર્ટીમાં પણ બોલીવૂડના મોટા સ્ટાર સામેલ થયા હતા.

આ પણ વાંચો :શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું નામ ડ્રગ્સ પાર્ટીમાં સામે આવ્યું,પ્રોફાઇલ વિશે જાણો

આ પણ વાંચો :એક સાથે સ્ક્રીન પર જોવા મળશે સલમાન ખાન અને રણવીર સિંહ ..