Gas cylinder blast/ અમદાવાદમાં ગેસ સિલિન્ડર ફાટ્યુઃ એકને ઇજા, જાનહાનિ નહીં

ગેસ સિલિન્ડરના જોખમીપણાનો વધુ એક પુરાવો અમદાવાદમાં જોવા મળ્યો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ફ્લેટમાં સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. સિલિન્ડર બ્લાસ્ટના લીધે મકાનમાં આગ લાગી હતી.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail અમદાવાદમાં ગેસ સિલિન્ડર ફાટ્યુઃ એકને ઇજા, જાનહાનિ નહીં

અમદાવાદઃ ગેસ સિલિન્ડરના જોખમીપણાનો વધુ એક પુરાવો અમદાવાદમાં જોવા મળ્યો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ફ્લેટમાં સિલિન્ડર બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. સિલિન્ડર બ્લાસ્ટના લીધે મકાનમાં આગ લાગી હતી. અહીં રાહતની વાત એ છે કે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા થઈ હતી.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા હેબ્રોન ફ્લેટ્સમાં સવારે આગ લાગી હતી. હેબ્રોન ફ્લેટના રહેવાસી અજય ડેનિયલ પાણી ગરમ કરવા માટે ગયા હતા ત્યારે ગેસ લીક થયો હોવાના લીધે આગ લાગી ગઈ હતી. આગના લીધે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગના લીધે ઘરનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની વિકરાળતા જોતાં એક સમયે ઘર જ નહી પણ સમગ્ર ફ્લેટ સળગાવી દે તેમ લાગતું હતું, પરંતુ સદનસીબે આગ ફ્લેટના ટોપ ફ્લોર પર લાગી હોવાના લીધે નીચે કોઈને વાંધો આવ્યો ન હતો.

આ ઘટનામાં અજય ડેનિયલને ઇજા પહોંચી હતી અને તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લેવાયો હતો. ગેસ સિલિન્ડર ફાટવાની સાથે બીજા ફ્લેટને પણ નુકસાન થયું છે. ઘરમાં આગ લાગી ત્યારે ત્રણ સભ્યો રહેતા હતા, પરંતુ સદનસીબે બીજી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને કોઈને ઇજા પણ થઈ નથી. તેઓ સમયસર ઘરની બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ