Not Set/ પાકિસ્તાનને અમેરિકા કરશે ૧૫ કરોડ ડોલરની મદદ, આંતકવાદી પર એક્શન લેવાની શરત પણ હટી

વોશિંગ્ટન, પાકિસ્તાનમાં હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી PTIએ સૌથી વધુ સીટો મેળવી પોતાની સરકાર બનવા જઈ રહી છે, જો કે આ પહેલા પાકિસ્તાનની આગામી સરકાર માટે અમેરિકા તરફથી સારા સમાચાર આવ્યા છે. બુધવારે અમેરિકી સંસદમાં પારિત કરવામાં આવેલા એક પ્રસ્તાવ મુજબ, અમેરિકા તરફથી પાકિસ્તાનને આપવામાં આવી રહેલી મદદમાં ઘટાડો કરીને ૧૫ […]

Top Stories World Trending
trump daywithout ap img પાકિસ્તાનને અમેરિકા કરશે ૧૫ કરોડ ડોલરની મદદ, આંતકવાદી પર એક્શન લેવાની શરત પણ હટી

વોશિંગ્ટન,

પાકિસ્તાનમાં હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની પાર્ટી PTIએ સૌથી વધુ સીટો મેળવી પોતાની સરકાર બનવા જઈ રહી છે, જો કે આ પહેલા પાકિસ્તાનની આગામી સરકાર માટે અમેરિકા તરફથી સારા સમાચાર આવ્યા છે. બુધવારે અમેરિકી સંસદમાં પારિત કરવામાં આવેલા એક પ્રસ્તાવ મુજબ, અમેરિકા તરફથી પાકિસ્તાનને આપવામાં આવી રહેલી મદદમાં ઘટાડો કરીને ૧૫ કરોડ રૂપિયા કરી દીધી છે.

જો કે અમેરિકી સંસદ દ્વારા પારિત કરાયેલા આ પ્રસ્તાવ મુજબ, પાકિસ્તાનને અમેરિકા તરફથી આ મદદ લેવા માટે હક્કાની નેટવર્ક અને લશ્કર-એ-તૈયબા વિરુધ કાર્યવાહી કરવા માટેની પણ કોઈ જરૂરત નથી.

અમેરિકી કોંગ્રેસમાં સેનેટમાં નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે જોન એસ મૈક્કેન નેશનલ ડિફેન્સ ઓથોરાઇજેશન એક્ટ (NTAA)ને ૧૦ વોટના બદલે ૮૭ મતથી પારિત કરવામાં આવ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા આ પ્રસ્તાવ પર ગત સપ્તાહે જ મહોર મારવામાં આવી હતી, ત્યારે હવે અંતિમ હસ્તાક્ષર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે.

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામના કાર્યકાળ દરમિયાન વ્હાઈટ હાઉસમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સભ્ય રહેલા અનીશ ગોયલે જણાવ્યું, “આ પ્રસ્તાવમાં પાકિસ્તાનને આપવામાં આવનારી મદદને ઘટાડીને ૧૫ કરોડ ડોલર કરવામાં આવી છે, જે ગત વર્ષે મંજૂર કરવામાં આવેલી ૭૦ કરોડ ડોલરની રાશિ કરતા ખુબ ઓછું છે.

તેઓએ વધુમાં જણાવ્યું, હવે પાકિસ્તાનને આ મદદ લેવા માટે હક્કની નેટવર્ક વિરુધ કાર્યવાહી કરવા માટે કોઈ જરૂરત નથી. સાથે સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તાક્ષર બાદ હવે પેન્ટાગોન પણ આતંકવાદી સમૂહો સામે કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવી શકે નહિ.