દિલ્હી,
કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન સોફ્ટ હિંદુત્વ કાર્ડ રમવાની તૈયારીમાં છે. પ્રિયંકા ગાંધીએ લોકસભાની ચૂંટણીઓમાં ધ્યાનમાં રાખીને ગંગા યાત્રા પર નીકળવાની તૈયારી કરી છે.
પ્રિયંકા ઉત્તર પ્રદેશના બે મોટા શહેરો પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે મોટર બોટથી મુસાફરી કરશે.આ માટે કૉંગ્રેસેે ચૂંટણી કમિશનની મંજૂરી માંગી છે.18 થી 20 માર્ચ દરમિયાન પ્રિયંકા અલ્હાબાદથી વારાણસી સુધી ગંગા નદીમાં મોટર બોટથી પ્રવાસ કરશે.આ દરમિયાન ગંગાના કિનારા પર ઘણા કાર્યક્રમોનું આયોજન કરાશે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમીટીના ઉપપ્રમુખ સંચાલક ડો. આરપી ત્રિપાઠીએ મુખ્ય ચૂંટણી અધિકારી ઉત્તર પ્રદેશને પત્ર લખીને મંજૂરીની માંગણી કરી છે.
આ મંજૂરી પત્રમાં જણાવાયું છે કે 18, 19 અને 20 માર્ચ દરમિયાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પ્રિયંકા ગાંધી વાડ્રા અલ્હાબાદથી બનારસ સુધી પાણી માર્ગથી મોટર બોટથી પ્રવાસ કરશે. આ યાત્રા દરમિયાન ગંગાના કિનારે દરેક જગ્યાએ જનતાના તરફથી તેમનું સ્વાગત કરવામાં આવશે.