Not Set/ ચેતીજજો હજુ પણ મોડું નથી થયું !! 11 વર્ષના બે છોકરા દ્રારા 5 વર્ષીય છોકરી સાથે ગેંગરેપ કરાયો

દેશની રાજઘાની દિલ્હીનાં કપશેરામાં આત્મા જંજોડી નાખતો ઘૃણાસ્પ્રદ કિસ્સો સામે આવ્યો છે. ફક્ત 11 વર્ષની વયના 2  છોકરાઓ દ્રારા માત્ર 5 વર્ષીય છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. કપશેરા પોલીસ દ્રારા બે આરોપી છોકરાઓની ઘરપક્ડ કરવામાં આવી છે. બનેં છોકરાવને હાલતો પોલીસ દ્રારા બાળ સુધારણા મંડળમાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ માત્ર 11 વર્ષનાં છોકરાઓ […]

Top Stories India
Gangrape 1 620x400 1 ચેતીજજો હજુ પણ મોડું નથી થયું !! 11 વર્ષના બે છોકરા દ્રારા 5 વર્ષીય છોકરી સાથે ગેંગરેપ કરાયો
દેશની રાજઘાની દિલ્હીનાં કપશેરામાં આત્મા જંજોડી નાખતો ઘૃણાસ્પ્રદ કિસ્સો સામે આવ્યો છે. ફક્ત 11 વર્ષની વયના 2  છોકરાઓ દ્રારા માત્ર 5 વર્ષીય છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. કપશેરા પોલીસ દ્રારા બે આરોપી છોકરાઓની ઘરપક્ડ કરવામાં આવી છે. બનેં છોકરાવને હાલતો પોલીસ દ્રારા બાળ સુધારણા મંડળમાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ માત્ર 11 વર્ષનાં છોકરાઓ દ્રારા માત્ર 5 વર્ષની બાળકી સાથે આવું હીન કૃત્ય આચરવામા આવ્યું તે માત્ર કોઇ એક વારદાત કે કિસ્સો નથી. આ છે સમાજમાં પ્રવતિ રહેલ અધપતનનો અણસાર. સમાજે આવા કિસ્સામાંથી જરૂર કોઇ શીખ લેવી જોઇએ. સમાજને આવા કિસ્સા જોરશોરથી બરાડા પાડી પાડીને કહી રહ્યા છે કે ચેતીજજો હજુ પણ મોડું નથી થયું !!
કોડ ફોટો
ફક્ત 10 થી 11 વર્ષની વયના બે છોકરાઓ દ્રારા 5 વર્ષીય છોકરી સાથે ગેંગરેપ થયો હોવાની ઘટનાની પુષ્ટિ કરતી વખતે, દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ડી.સી.પી. દેવેન્દ્ર આર્યે જણાવ્યું હતું કે તબીબી પરીક્ષામાં છોકરી સાથેના દુષ્કર્મ થયાની પુષ્ટિ કરવામા આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પીડિત છોકરી અને આરોપીઓ કપશેરામાં એક જ વિસ્તારમાં રહે છે. બાળકી અને આરોપીઓ નજીકનાં પાર્કમાં રમી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. નિર્દોષતાથી આરોપી સાથે રમતી બાળાને ક્યા ખબર હતી કે નરાધમો તેને જ પીંખી નાખશે. રમત, બાળાની સાથે જ રમતા આરોપીઓ દ્રારા સાંજનાં સમયે છોકરી સાથે વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. દરમિયાન, ભોગ બનેલી બાળકીની માતા બાળકીને શોધતી પાર્ક પહોંચ્યા ત્યારે પણ નરાધમો બાળકીને પીંખી રહ્યા હતા. માતા ઘટના સ્થળે પહોચી જતા બનેં આરોપી ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા.

rape ચેતીજજો હજુ પણ મોડું નથી થયું !! 11 વર્ષના બે છોકરા દ્રારા 5 વર્ષીય છોકરી સાથે ગેંગરેપ કરાયો

માતા તુરંતમાં જ સમગ્ર ઘટના પામી ગઇ હતી અને 100 નંબર ડાયલ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં ઘટનાની ફરિયાદ કરી હતી. પોલીસ દ્રારા આ મામલે તુંરતમાં જ ફરિયાદ દાખલ કરી એક્શન લેવામાં આવતા બનેં આરોપીને શોધી કાઢવામા આવ્યા હતા અને ધરપકડ કરી જૂવેનીઇલ જસ્ટીસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા હતા. જૂવેનીઇલ જસ્ટીસ બોર્ડ તેમને બાળ સુધારણા મંડળમાં મોકલી દીધા છે.
સાઉથ-વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ પોલીસ અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, છોકરીના ખાનગી ભાગોને ભારે નુકસાન થયું છે. અને ઘટનાથી માસુમ બાળકી ખૂબ જ આઘાતજનક સ્થિતિમાં છે. ઘટના બાદ બાળકીને પણ હોસ્પીલાઇઝ કરવામા આવી છે.અને હાલ સારવાર બાદ બાળકીની માનસિક સ્થિતિ સુધારા પર છે.
બાળકીની શારીરિક અને માનસીક સ્થિતિમાં આજે નહી તો કાલે સુધાર આવશે જ પણ આવા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે સમાજમાં પ્રવર્તતી આવી બદીઓ અને તેમાથી કુમળા માનસ ધરાવતા બાળકો દ્રારા આપરાધિક શીખ મેળવી કરવામા આવતા આવી જધન્ય અપરાધોમાં કોઇ સુધારો આવશે ખરો. અને જો નહી આવે કે આવા ગુનાને પુરતા પ્રમાણમાં એટેન્ડ નહી કરવામં આવે તો આ ગુના આવનાર સમયમાં સમાજને ક્યા લઇ જશે તે કલ્પના બહારનું છે કેવું કહેવું બિલકુલ વધારે નહીં લાગે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.