Not Set/ સૌરાષ્ટ્રમાં આરોગ્ય વિભાગે કોરોનાની 5 લાખ સિરીંજ મોકલી,કયા જિલ્લાને કેટલી ફાળવણી ? 

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશન માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ તૈયારી અન્વયે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વેક્સિનેશનના સ્ટોરેજ માટે 0.5 મીની ક્ષમતા ધરાવતી 5 લાખ

Top Stories
rajkot

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશન માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ તૈયારી અન્વયે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વેક્સિનેશનના સ્ટોરેજ માટે 0.5 મીની ક્ષમતા ધરાવતી 5 લાખ સિરીંજ મોકલી આપવામાં આવી છે. તેમજ આ માટે વિવિધ સ્ટોરમાં ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સ્ટોરેજ માટે નવી ટેકનોલોજી વાળા 25 ઈનલાઈન રેફ્રિજરેટર મોકલવામાં આવ્યા છે. મુખ્ય ફાળવણી 3 સ્ટોરમાં કરાશે બાકી અન્ય મથકો માટે રવાના કરી દેવામાં આવી છે.

Farmer protest / ખેડૂત આંદોલન મુદ્દે શંકરસિંહ વાઘેલા નજરકેદ…

આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન સ્ટોરમાં વેક્સિન સ્ટોર કરવા માટે પાંચ લાખ કેરીનો જથ્થો મોકલી દેવામાં આવ્યો છે. જે આવતાની સાથે જ તમને અલગ-અલગ સેન્ટર પર મોકલી દેવામાં આવ્યો છે. આ સિરીઝની કેપેસિટી 0.5 મિલિ છે, આ માટે કોરોના ની વેકેન્સી નો દોસ્ત એના કરતાં પણ ઓછા માત્રામાં આપવામાં આવશે તેવી શક્યતા છે.

Gujarat / ઉત્તરાયણનાં તહેવારને લઇને આવ્યા મોટા સમાચાર…

આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે એક વખત સિરીઝમાં રસી ભર્યા બાદ તે અપાય એટલે લોક થઈ જાય છે. બીજી વખત તેને વાપરી શકાતી નથી.અત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે પરંતુ કોરોનાના વેક્સિનનો ડોઝ કેટલી માત્રામાં હશે તેની સ્પષ્ટતા તબીબોને કરવામાં આવી નથી. પરંતુ સૌરાષ્ટ્રના રીઝન હેઠળ તમામ સેન્ટર્સને આ જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી છે.આ સિરીંજની દરેક જિલ્લા પ્રમાણે ફાળવણી કરવામાં આવી છે,રાજકોટમાં ફાર્માસિસ્ટ વિભાગે આ અંગે માહિતી આપી હતી રાજકોટ ગ્રામ્યમાં 1,11,000, રાજકોટ મનપા 67,000, દ્વારકા 36000 પોરબંદર 36000, જામનગર ગ્રામ્ય 46,000, જામનગર મનપા 33000, મોરબી ગ્રામ્ય,48,000 અને ભુજમાં 1,23,000 મોકલવામાં આવી છે.

Jammu and Kashmir / જમ્મુ-કાશ્મીરના લોકોને નવા વર્ષની ભેટ, PM મોદી આ મોટી યોજના …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…