IPL 2024/ ઋષભ પંતની વાપસીની તારીખ આવી ગઈ , સૌરવ ગાંગુલીએ કરી જાહેરાત

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે ફેન્સની આ રાહનો અંત આવવાનો છે.

Trending Sports
Beginners guide to 2024 03 02T150045.749 ઋષભ પંતની વાપસીની તારીખ આવી ગઈ , સૌરવ ગાંગુલીએ કરી જાહેરાત

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની વાપસીની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હવે ફેન્સની આ રાહનો અંત આવવાનો છે. કારણ કે હવે સૌરવ ગાંગુલીએ ઋષભ પંતની વાપસીને લઈને મોટો દાવો કર્યો છે. જે બાદ ચાહકોના ચહેરા પણ ચમકી ઉઠ્યા છે. બીજી તરફ, પંત પણ તેના પુનરાગમનને લઈને તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહ્યો છે. આ દિવસોમાં ઋષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહ્યો છે.

આ તારીખે પંતની વાપસી શક્ય છે

દિલ્હી કેપિટલ્સ ટીમના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ ઋષભ પંતની વાપસી અંગેકહ્યું  પંતે પોતાને ફિટ રાખવા માટે જે કરવું જોઈતું હતું તે બધું કર્યું છે. જે બાદ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જલ્દી જ પંતને ફિટ જાહેર કરી શકે છે. અમને આશા છે કે NCA 5 માર્ચે પંતને ક્રિકેટ રમવાની મંજૂરી આપશે. જે બાદ અમે કેપ્ટનશિપ વિશે વાત કરીશું. અમે પંત પ્રત્યે બેદરકાર રહેવા માંગતા નથી, અમે તેના પ્રત્યે ખૂબ જ સાવધ પણ છીએ. કારણ કે તેની પાસે હજુ ઘણી કારકિર્દી છે.

પંત માત્ર બેટ્સમેન તરીકે જ રમશે

રિપોર્ટ્સ અનુસાર, રિષભ પંત IPL 2024ની શરૂઆતની મેચોમાં વિકેટકીપિંગ નહીં કરે. તેના બદલે પંત બેટ્સમેન તરીકે રમશે. NCA તરફથી મંજૂરી મળ્યા બાદ, પંત 5 માર્ચે જ દિલ્હી કેપિટલ્સ કેમ્પમાં જોડાઈ શકે છે. પંત ફરી એકવાર IPL 2024માં સુકાની તરીકે જોવા મળશે. ઈજાના કારણે પંત આઈપીએલ 2023ની સિઝન ચૂકી ગયો હતો. જે બાદ દિલ્હી કેપિટલ્સની કમાન ડેવિડ વોર્નરને સોંપવામાં આવી હતી.

અકસ્માત બાદ પંત આ મોટી ટુર્નામેન્ટ ચૂકી ગયો હતો

વર્ષ 2022ના અંતમાં રિષભ પંતનો કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. જે બાદ પંત એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો. આ સમયગાળા દરમિયાન પંત IPL 2023, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, એશિયા કપ 2023 અને ODI વર્લ્ડ કપ 2023 જેવી મોટી ટુર્નામેન્ટ ચૂકી ગયો હતો. પરંતુ પંત ​​હવે ફરી એકવાર મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે તૈયાર છે.


આ પણ વાંચો :WPL/યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું

આ પણ વાંચો :પાકિસ્તાન/પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને ફાસ્ટ બોલર શોએબ અખ્તર ત્રીજીવાર પિતા બન્યો, ઘરે દીકરીનો થયો જન્મ

આ પણ વાંચો :IND vs ENG/KL રાહુલ પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર, બુમરાહ પરત ફર્યો; BCCIએ શમીને લઈને આ આપ્યું અપડેટ