કમોસમી વરસાદ/ રાજકોટમાં તેજ પવનથી મંડપ ધરાશાયી થતો વીડિયો સામે આવ્યો, વરસાદે માઝા મૂકી

કાલાવડ રોડ પર લગ્ન પ્રસંગ દરમિયાન કમોસમી વરસાદ ખાબક્યો હતો. લગ્નની મોસમમાં માવઠાને કારણે લોકોના આયોજન પર પાણી ફરી વળ્યું હતું. મંડપ સહિતની તમામ વસ્તુઓ પલળી ગઈ હતી. મંડપ ધરાશાયી થતાં…

Top Stories Gujarat Breaking News

Rajkot News: રાજ્યમાં બે દિવસથી વાતવરણમાં ભારે પલટો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે. વહેલી સવારથી અનેક જગ્યાએ માવઠાની અસર વર્તાઈ છે. તેજ પવનના કારણે રાજકોટના કાલાવડમાં મંડપ ધરાશાયી થતા ભારે નુકસાન થયું હતું તેવો વીડિયો વાયરલ થયો છે.

રાજકોટ જીલ્લાના કાલાવડ રોડ પર લગ્ન પ્રસંગ દરમિયાન કમોસમી વરસાદ ખાબક્યો હતો. લગ્નની મોસમમાં માવઠાને કારણે લોકોના આયોજન પર પાણી ફરી વળ્યું હતું. મંડપ સહિતની તમામ વસ્તુઓ પલળી ગઈ હતી. મંડપ ધરાશાયી થતાં લોકો હેરાન થયા હતા.

અનેક સ્થળોએ વરસાદી પાણીથી લગ્નપ્રસંગ ધરાવતા પરિવારોમાં દોડધામ મચી ગઈ છે. મંડપ ધરાશાયી થતો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat unseasonalrain/ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન

આ પણ વાંચો: Gujrat/નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ

આ પણ વાંચો:ગુજરાત/જૂનાગઢનો લાડો અને પોલેન્ડની લાડી, ગુજરાતમાં કરશે ભારતીય સંસ્ક્રુતિથઈ લગ્ન