Gujarat unseasonalrain/ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન

ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.  આજે દ્વારકા, અરવલ્લી, બનાસકાંઠા, અને પાટણમાં ચોમાસાં જેવો ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 02T102128.265 ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન

ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.  આજે દ્વારકા, અરવલ્લી, બનાસકાંઠા, અને પાટણમાં ચોમાસાં જેવો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી બે – ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ જોવા મળી શકે છે. રાજ્યમાં અત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકતા ખેતી પર અસર થવાની શકયતા છે. નિષ્ણાતનું માનવું છે કે કસમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં રોગ આવવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડીનો માહોલ છે ત્યારે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ક્યા સ્થાનો પર પડ્યો વરસાદ

દેવભૂમી દ્વારકામાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વહેલી સવારે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડુતોના પાકને નુક્સાન થવાની ભીતી છે. આજે બનાસકાંઠાના થરાદમાં વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું આવ્યું.  થરાદના પઠામડા,પડાદર,જમડાના ગામોમાં ગાજ વીજ સાથે વરસાદી માહોલ સર્જાયો. ચોમાસા જેવો વરસાદ પડતા ખેડૂતોના જીવ અધ્ધર થયા છે. આ વિસ્તારમાં જીરું રાયડુ ઇસબગુલ સહિતના પાકો થાય છે. અને વરસાદને પગલે આ પાકોમાં મોટું નુકસાન થવાની ખેડૂતોને ડર છે.

આજે પાટણના રાધનપુરમાં પણ વહેલી સવારથી વાતાવરણાં પલટો  આવ્યા છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા હળવો વરસાદ જોવા મળ્યો.  જ્યારે સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ખેડૂતોને જીરું, ઘોડાજીરૂં અને વરિયાળી ધાણાના પાકને નુકશાનની ભિતી અને એરંડા અને અન્ય પાકોને પણ નુકસાન થવાની ભીતી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આજે વરસાદ ખાબક્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હાલ પણ વાદળ છાયુ વાતાવરણ છે ત્યાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદને પગલે ઘઉં,મકાઈ,ચણા જેવા પાકોને નુકસાન થઈ શકે છે.  દ્વારકા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ ઉપરાંત પૂર્વ કચ્છના અંજારમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો.

કૃષિ વિભાગની ખેડૂતોને સલાહ

હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 2 અને 3 માર્ચ દરમ્યાન મહેસાણા સહિત અનેક સ્થાનો પર છુટોછવાયો કમોસમી વરસાદ રહેશે. માવઠાના કારણે રવિ પાકમાં રોગ અને જીવાત પડવાની શકયતા છે. હવામાન વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાક બચાવવા બુલેટિન જારી કર્યું છે. ચણાના પાક અને એરંડામાં ઇયળના કુદરતી નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા ટી આકારના ટેકા મુકવાનું સૂચન કર્યું. ઉપરાંત 3 થી 4 ફેરોમેન ટ્રેપ ગોઠવવાથી પણ નિયંત્રણ કરી શકાય છે તેમ સલાહ આપી. જીરું પાકમાં જો ચરમી રોગ હોય તો મેંકોઝેબ દવાનો છંટકાવ કરવાથી પાકને બચાવી શકાશે. જ્યારે કપાસનો પાક બચાવવા છેલ્લી વીણી પછી કરાંઠી ના સળગાવવાનું સૂચન કર્યું.  તેમજ બટાકા અને રાઈ પાકને સમયસર કાપણી કરી પાકને બચાવી લેવો. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને અપાયેલ માર્ગદર્શનમાં ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે તૈયાર થઈ ગયેલ શિયાળુ પાકને ખુલ્લા હવામાનમાં જ કાપણી કરવી અને ત્યારબાદ ખેત-પેદાશને સુરક્ષિત સ્થાન પર ઢાંકીને મૂકવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM Rishi Sunak/બ્રિટિશ PM ઋષિ સુનકની મોટી જાહેરાત, દેખાવકારો પર કડકાઈના આદેશ, જાણો કારણ

આ પણ વાંચો:India and Japan in Pokhran/‘ધર્મ ગાર્ડિયન’માં ભારત અને જાપાનની મિત્રતા દેખાય છે, બંને દેશોની સેનાઓ સૈન્ય અભ્યાસ કરી રહી છે

આ પણ વાંચો:Spring Arrived Early in World/વિશ્વમાં વસંત વહેલું આવી ગયું છે, યુરોપમાં બરફ ઓછો થઈ ગયો છે, જાપાન અને મેક્સિકોમાં ફૂલો પહેલેથી જ ખીલી ઉઠયા