Not Set/ અમદાવાદનાં યુવાનો, આજે ધ્યાન રાખજો વાહન લઇને નીકળતા, પોલીસની છે, શહેરમાં મેગા ટ્રાફિક ડ્રાઇવ

અમદાવાદ: આજે ટ્રાફિક ડ્રાઇવ સગીર વાહન ચાલકોને કરાશે આકરો દંડ વાહન ચલાવતાં ઝડપાતા 2 હજારનો દંડ દલીલ કરનાર વાલી પાસેથી વસૂલાશે 25 હજાર દંડ શું તમે અમદાવાદમાં રહો છો ? શું તમે સગીર વયનાં છો? તો વાહનને હાથ પણ આડાળતા નહીં.કારણ, કારણ કે, આજે આમદાવાદ ROT અને અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં ખાસ મેગા ટ્રાફિક ડ્રાઇવનું […]

Ahmedabad Gujarat
traffic અમદાવાદનાં યુવાનો, આજે ધ્યાન રાખજો વાહન લઇને નીકળતા, પોલીસની છે, શહેરમાં મેગા ટ્રાફિક ડ્રાઇવ
  • અમદાવાદ: આજે ટ્રાફિક ડ્રાઇવ
  • સગીર વાહન ચાલકોને કરાશે આકરો દંડ
  • વાહન ચલાવતાં ઝડપાતા 2 હજારનો દંડ
  • દલીલ કરનાર વાલી પાસેથી વસૂલાશે 25 હજાર દંડ

શું તમે અમદાવાદમાં રહો છો ? શું તમે સગીર વયનાં છો? તો વાહનને હાથ પણ આડાળતા નહીં.કારણ, કારણ કે, આજે આમદાવાદ ROT અને અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં ખાસ મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ ખાસ સગીર વાહન ચાલકોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે. માટે ચેતી જજો યુવાનો અને વાલીઓ બનેં….. કારણ કે આ ભૂલ તમને કરાવશે મસમોટો  દંડ, જો કોઇ સગીર વાહન ચલાવતું પકડાશે તો તેની પાસેથી રૂ.2 હજાર દંડ વસૂલ કરવામાં આવશે. અને ઉપરાણુ લેનાર મા-બાપની તો ખેર નથી કારણ કે દલીલ કરનાર વાલી પાસેથી વસૂલાશે 25 હજાર દંડ

દલીલ કરનારા મા-બાપની ખેર નથી 

કોઇ બાળક કે તેના માતા-પિતા ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરશે તો, તો આવી બન્યું સમજી લજો. માટે ક્રાંતિકારી ન બનતા નિયમોનાં પાલક બનો તે વધુ હીતાવહ છે. જો આમ નહી કરો અને દલીલો કરવા જશે તો, બાળકના માતા-પિતા વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 199 મુજબ ગુનો નોંધાશે. જેમાં પોલીસ વાહન ડિટેઈન કરી લેશે અને માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ ભરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.