સુરેન્દ્રનગર/ જેમણે રાજકિય વારસો આપ્યો તે પિતાજીના જન્મ દિવસે જ કિરીટસિંહ રાણાને મંત્રી પદ મળ્યુ

સામાન્ય રીતે કિરીટસિંહ સાથે જિલ્લાના સંગઠનના તમામ હોદેદારો તથા લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર સહિતના તમામ તાલુકા મથકના ભાજપના કાર્યકર્તા કિરીટસિહના સારા એવા પરીચયમાં છે.

Gujarat Others
Untitled 203 જેમણે રાજકિય વારસો આપ્યો તે પિતાજીના જન્મ દિવસે જ કિરીટસિંહ રાણાને મંત્રી પદ મળ્યુ

રાજય સરકારે સીએમથી લઇને મંત્રી મંડળમાં કરેલા ફેરફારને લઇને ભાજપમાં હડકંપ મચી ગયો છે. પોતાના નામ કપાવાને કારણે અનેક મોટા માથા હાલ નારાજ થઇ ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી વિધાનસભાની બેઠક ઉપરથી જીતેલા કિરીટસિંહ રાણાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા જિલ્લાના ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધી ગઇ છે. અહીયા મહત્વની બાબત એ છે કે રાજકરાણનો વારસો તેમને પીતાજી પાસેથી મળ્યો હતો. અને પિતાજીના જન્મ દિવસે જ તેમને કેબીનેટ કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી બનાવવાની સરકારે જાહેરાત કરી હતી. મંત્રી બન્યા બાદ કિરીટસિંહ માટે આગામી વિધાનસભાને લઇને મોટી જવાબદારી પણ આવી ગઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભાની બેઠકમાં રેગ્યુલર ચૂંટણી યોજાઇ ત્યારે એક માત્ર વઢવાણ વિધાનસભાની બેઠક ઉપર જ ભાજપની જીત થઇ હતી. ત્યારબાદ લીંબડીમાં કોંગ્રેસના સોમાભાઇએ રાજીનામુ આપતા પેટા ચૂંટણીમાં કિરીટસિંહ રાણાનો વિજય થયો હતો. તેવી જ રીતે ધ્રાંગધ્રા બેઠક ઉપર કોંગ્રેસ માંથી ચૂંટાયેલા પરશોતમભાઇ સાબરીયાએ રાજીનામુ આપીને ભાજપ સાથે હાથ મિલાવી લેતા ત્યા પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપમા઼ ભળેલા પરશોતમભાઇ સાબરીયાનો વિજય થતા હાલ જિલ્લામાં ભાજપના ત્રણ ધારાસભ્ય છે. જેમાં પરસોતમભાઇ અને ધનજીભાઇ પટેલ પહેલી વાર જ ચુટાયેલા છે. જયારે કિરીટસિંહ રાણા અનુભવી અને જુના છે જેનો ફાયદો થયો છે. કિરીટસિંહ રાણા ભાજપમાં યુવા વયથી જ સક્રીય હતા. અને 1994માં જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષની મહત્વની જવાબદારી સારી રીતે નિભાવી હતી. તે સમયે તેમના પિતાજી જીતુભા રાણા લીંબડી વિધાનસભાના ધારાસભ્ય હતા.

તેમણે લોકોમાં ખુબ સારી નામના મેળવી હતી. જીતુભા રાણાના અવસાન બાદ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 1995 માં કિરીટસિંહ રાણાને પહેલી વાર લીંબડી વિધાનસભાની ટીકીટ આપી હતી. જેમાં તેઓ વિજયી થયા હતા. ત્યાર બાદ 1998માં પણ તેઓ જીત્યા હતા તે સમયે તેમને રાજયકક્ષાના પશુપાલન મંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ 2007માં ભવાનભાઇ ભરવાડ સામે કિરીટસિંહ રાણાની જીત થઇ હતી. તેઓ ચૂંટાયા હતા અને તે સમયે પર્યાવરણ મંત્રી બન્યા હતા. આમ બે વાર તેઓ રાજયકક્ષાના મંત્રી રહી ચુકયા છે. જયારે આ વખતે તેમને કેબીનેટ કક્ષાના મંત્રી બનાવ્યા છે. જેને લઇને ખાસ કરીને જિલ્લા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે કિરીટસિંહ સાથે જિલ્લાના સંગઠનના તમામ હોદેદારો તથા લીંબડી, સાયલા, સુરેન્દ્રનગર સહિતના તમામ તાલુકા મથકના ભાજપના કાર્યકર્તા કિરીટસિહના સારા એવા પરીચયમાં છે. બીજુ કે અત્યા સુધીમાં તેઓ પક્ષને વફાદાર રહ્યા છે. આ સાથે ક્ષત્રીય સામાજના મોટા નેતાઓને મંત્રી પદ ન આપતા સમાજની અવગણના પણ કરી શકાય તેમ ન હતુ. આથી જ્ઞાતીનો પણ તેમને ફાયદો મળ્યો છે.
આગામી વિધાનસભામાં 5 સીટ જીતવાનો મોટો પડકાર
અત્યારે જે મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેની પાછળ મહત્વની બાબત હોય તો તે છે આગામી વિધાનસભાની ચૂંટણી. જેમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 5 બેઠકમાંથી એક માત્ર વઢવાણ બેઠક ઉપર ભાજપના ધનજીભાઇ પટેલનો જ વિજય થયો હતો. બાકીની સીટો ઉપર ભાજપનો કારમો પરાજય થયો હતો. આથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કિરીટસિંહ રાણાએ 5 બેઠક પર વિજય મેળવવો પડશે. જે તેમના માટે મોટો પડકાર છે.