Not Set/ ડાંગ અકસ્માતના મૃતકોના પરિજનો માટે CM એ કરી આ જાહેરાત

અમદાવાદ: ગુજરાતના ડાંગ જિલ્લામાં ગઈકાલે થયેલા અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિજનો માટે CM વિજય રૂપાણીએ અઢી લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં રવિવારે સુરતના એક ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ એક બસ દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં નીકળ્યા હતા. આ દરમિયાન આ બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર દસ […]

Top Stories Gujarat Surat Trending Politics
CM Rupani made an announcement for the families of Dang Accident victims

અમદાવાદ: ગુજરાતના ડાંગ જિલ્લામાં ગઈકાલે થયેલા અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિજનો માટે CM વિજય રૂપાણીએ અઢી લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં રવિવારે સુરતના એક ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ એક બસ દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં નીકળ્યા હતા. આ દરમિયાન આ બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર દસ જેટલા વ્યક્તિના મોત નીપજ્યા હતા. જયારે 30થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઘટના અંગે રાજ્યના CM વિજય રૂપાણીએ આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની માટે સહાય આપવા અંગે જાહેરાત કરતું નિવેદન કર્યું હતું.

ડાંગ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિજનોને આર્થિક સહાય આપવા અંગેની આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ આ જાહેરાત દ્વારા જણાવ્યું છે કે, આ અકસ્માતના પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા અઢી લાખની આર્થિક સહાય કરવામાં આવશે. જયારે આ અકસ્માતમાં ઘવાયેલા લોકોને એક એક લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રવિવારે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના મહાલ- બરડીપાડા રોડ પર એક બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 10 વ્યક્તિના મોત નીપજ્યા હતા જયારે ૩૦થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. સુરતના એક ટ્યુશન કલાસના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ માટે આ બસમાં નીકળ્યા હતા. ત્યારે આ બસ ઊંડી ખીણમાં ખાબકી હતી.