ગુજરાત/ ગુજકેટ અને ધો. 10 – 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓને લઈ સરકારની મોટી જાહેરાત

કોરોના વાયરસની બીજી લહેરે ભારતભરમાં ભારે કહેર મચાવ્યો હતો, જેના કારણે દેશભરમાં CBSE હોય કે રાજ્યના શિક્ષણ બોર્ડની અનેક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat
A 195 ગુજકેટ અને ધો. 10 – 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓને લઈ સરકારની મોટી જાહેરાત

કોરોના વાયરસની બીજી લહેરે ભારતભરમાં ભારે કહેર મચાવ્યો હતો, જેના કારણે દેશભરમાં CBSE હોય કે રાજ્યના શિક્ષણ બોર્ડની અનેક પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. આ રદ્દ કરાયેલી પરીક્ષાઓમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ શામેલ હતી અને અંતે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

જો કે સરકારના આ નિર્ણય બાદ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અને ગુજકેટની પરીક્ષાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા હતા, ત્યારબાદ હવે આ મામલે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

સરકારે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ, ધો. 10 અને 12ના રિપીટર, ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા 15 થી લઈ 28 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે અને આ માટે બોર્ડ દ્વારા પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :CM રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઘોઘંબા ખાતેથી “કૃષિ વૈવિધ્યકરણ યોજના”નો શુભારંભ કરાવતા

આ સાથે સાથે બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે અને આ પરીક્ષા માટે 23 જુનથી ગુજકેટની પરીક્ષાઓ માટે ફોર્મ ભરાશે. આ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ભેળસેળ ડિસ્કો ખાદ્યતેલોનું અલગ-અલગ માર્કાથી ધૂમ વેચાણ