Hem Radio/ મોબાઇલ પણ બંધ પડી જાય છે ત્યારે હેમ રેડિયો કઈ રીતે કામ કરે છે તે જાણો

સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં એસ. પી. કચેરી ખાતે હેમ રેડીયો સ્‍ટેશન સ્‍થાપિત કરવામાં આવ્‍યું છે. જેની મુલાકાત કલેકટરશ્રી કે. ડી. લાખાણીએ લીધી હતી.

Top Stories Gujarat
HEM Radio મોબાઇલ પણ બંધ પડી જાય છે ત્યારે હેમ રેડિયો કઈ રીતે કામ કરે છે તે જાણો

સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં એસ. પી. કચેરી ખાતે હેમ રેડીયો Hem Radio સ્‍ટેશન સ્‍થાપિત કરવામાં આવ્‍યું છે. જેની મુલાકાત કલેકટરશ્રી કે. ડી. લાખાણીએ લીધી હતી. સાથે એસ. પી. રવિ મોહન સૈની ઉપસ્‍થિત રહ્યા હતાં. હેમ રેડિયો કઇ રીતે કામ કરે છે તેની જાણકારી સેવામાં કાર્યરત ટેકનીશીયન ઓપરેટર દ્વારા આપવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડા દરમિયાન દરેક પ્રકારના સંપર્કમાધ્યમોની ગેરહાજરી હોય તો તેમા સંદેશાવ્યવહાર અસરકારક રીતે ચલાવવા માટે હેમ રેડિયોની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાત રાજયમાં જેવા કે વિસ્‍તાર-કચ્‍છ, દ્વારકા, Hem Radio જામનગર, મોરબી, પોરબંદર જિલ્લાઓમાં 150 કિ. મી. થી વધુ ઝડપથી ભારે પવનની આગાહી તથા વરસાદની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી ઇમર્જન્‍સી હેમ રેડિયો શરૂ કરાયો હતો, જે પોરબંદર જિલ્લા પોલીસ વડામથક ખાતે કાર્યરત છે. વાવાઝોડાની અસરના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જતા મોબાઇલ તથા અન્‍ય Hem Radio સંદેશા વ્‍યવહાર ઠપ્‍પ થઇ જાય તેવા સંજોગોમાં હેમ રેડિયો ટીમ મદદ કરે છે. દરેક પ્રકારના ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન ઉપકરણો ઠપ થઈ જાય તે  સંજોગોમાં પણ હેમ રેડિયોની સર્વિસ કામ આપે છે. આથી તેને વાવાઝોડા કે કુદરતી આફતો માટે સંદેશાવ્યવહારમાં એકદમ વિશ્વસનીય નામ માનવામાં આવે છે. આ સેવા ફક્ત ભારતમાં જ નહી વિદેશમાં પણ તેના વખાણ થાય છે.

 હાલમાં નખત્રાણા નલિયા જામનગર, મોરબી, Hem Radio પોરબંદર, દ્વારકા ઉપરાંત સ્‍ટેટ કંટ્રોલ રૂમ તેમજ સીએમ હાઉસ ખાતે હેમ રેડીયો સ્‍ટેશન કાર્યરત કરવામાં આવેલ છે. દરેક ટીમમાં ત્રણે ત્રણ સભ્‍યો સામેલ છે ટોટલ 24 સભ્‍યો મળીને આ ઓપરેશનની અંદર કામ કરે છે. પોરબંદર ખાતે હેમ રેડીયોની આ સેવામાં અમિતસિંહ મસાણી, રાજેશ વાગડીયા, અને હિરેનસિંહ મસાણી તેમજ સ્‍નેહલ વાગડીયા સેવા આપે છે.

 

આ પણ વાંચોઃ Biparjoy Cyclone/ બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આટલી નુકસાની

આ પણ વાંચોઃ દ્વારકા મંદિર/ ‘બિપરજોય’ના કારણે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ હતું, હવે ફરી ખોલાયા દ્વાર

આ પણ વાંચોઃ માનવતાની મહેક/ શેલ્ટરહોમમાં રહેનારાઓ માટે પોરબંદરવાસીઓએ ગણતરીના કલાકોમાં ફૂડ પેકેટ તૈયાર કરી આપ્યા

આ પણ વાંચોઃ બિપરજોય/ પોરબંદરમાં સરકારના આગોતરા આયોજનના લીધે નુકસાન ટળ્યુઃ જિલ્લા વહીવટીતંત્રની અસરકારક કામગીરી

આ પણ વાંચોઃ બિપરજોય/ કચ્છમાં વાવાઝોડાની વિદાય, વળતર આપવાની પક્રિયાએ પકડ્યો વેગ : શું તમને મળશે વળતર?