Biparjoy Cyclone/ બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આટલી નુકસાની

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડાક દિવસમાં ‘બિપોરજોય’ વાવાઝોડાને પગલે ઘણી નુકસાની થઇ છે. પરંતુ ગઈકાલે શુક્રવારે બપોર બાદ સ્થિતિ હળવી પડી હતી. જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે નુકસાની થવા પામી હતી. જેમાં ખાસ કરીને વીજપોલ તથા વૃક્ષો ધરાશાયી થયા છે.

Top Stories Gujarat Others
દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. આટલું j નહિ આ સાથે  હજારો વીજ થાંભલા પણ જમીનદોસ્ત થઈ ગયા હતા, અનેક રહેણાંક મકાનમાં રાખવામાં આવેલી સોલાર પેનલ તેમજ મકાનના પતરા ઉડી ગયા હતા. જિલ્લાના અનેક સ્થળોએ દીવાલો પડી જવા તેમજ કાચા મકાન ક્ષતિગ્રસ્ત બન્યાનું પણ સામે આવ્યું છે.

4 191 બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આટલી નુકસાની

દ્વારકા જિલ્લામાં ગઈકાલે ખુબ જ તેજ પવન ફુકાઈ રહ્યો હતો. જેની મહત્તમ સ્પીડ 125 કિલોમીટર સુધીની થઈ હતી. આ પરિસ્થિતિ શુક્રવારે સવારે પણ યથાવત રહી અને 90 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાયો હતો. ગઈકાલે શરૂ થયેલા વાવાઝોડાની અસર આજે પણ નોધાઇ રહી છે જેના પગલે ખંભાળિયાના દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા અને શહેરની બજારો સુમસામ ભાસતી હતી. ભારે પવનના કારણે અનેક વૃક્ષો પડી ગયા હતા. મકાનનાના નળિયા તથા પતરા પણ ઉડી ગયા હતા.

4 192 બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આટલી નુકસાની

ખંભાળિયાની એસએનડીટી હાઈસ્કૂલનો પતરા ઉડી જતો વિડીયો પણ સામે આવ્યો હતો. ગત રાત્રે ખંભાળિયા શહેરમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અહીંના રામનાથ સોસાયટી, જોધપુર ગેઈટ, નગર ગેઈટ, સ્ટેશન રોડ તેમજ જડેશ્ર્વર રોડ પાસેના અંડર બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા.

Biperjoy Bhavnagar બિપોરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આટલી નુકસાની

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 7,000 જેટલા લોકોને સલામત આશ્રય સ્થાનો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જ્યાં ભોજન, પાણી, નાસ્તા તથા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિમાં સેવાભાવી યુવાનો તથા સંસ્થાઓએ લોકોને જરૂરી મદદ તથા હોસ્પિટલ સહિતની સેવાઓ પૂરી પાડી હતી.

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો