પ્રવાસ/ PM નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત, ડિફેન્સ એક્સપો 2022નું કરશે ઉદ્ઘાટન 

વર્ષની શરૂઆતમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, સંરક્ષણ મંત્રાલય દ્વારા ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે

Top Stories Gujarat Others
ઝવેરચંદ મેઘની 10 PM નરેન્દ્ર મોદી આવી શકે છે ગુજરાત, ડિફેન્સ એક્સપો 2022નું કરશે ઉદ્ઘાટન 

ગુજરાતમાં આ વર્ષની શરૂઆતમાં 10, 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ 2022 યોજાવાની હતી, પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ ઈવેન્ટ રદ્દ કરી હતી. જો કે પહેલા વાઈબ્રન્ટ સમિટ ઓનલાઈન કરવાનું આયોજન કર્યું હતું પરંતુ કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022નો કાર્યક્રમ મુલતવી રાખ્યો. હવે કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ મહિનામાં ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે એવા અહેવાલ છે કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કરશે.

તમને જણાવી દઈએ કે આ વખતે ગુજરાતમાં કેન્દ્ર સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા 10મી માર્ચે ગાંધી નગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર ડિફેન્સ એક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 માર્ચે સાંજે અમદાવાદ પહોંચશે અને 10 માર્ચે એક્સપોનું ઉદ્ઘાટન કરશે. ખાસ વાત એ છે કે આ એક્સ્પો 10 થી 13 માર્ચ સુધી ખુલ્લો રહેશે.

મળતી માહિતી મુજબ ગુજરાતમાં વિદ્યાનગર ડિફેન્સ એક્સપોમાં પણ ત્રણ દિવસીય ડિફેન્સ 101 સિઝનમાં સૌથી વધુ દેશો ભાગ લે તેવી શક્યતા છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બીજા વર્ષે યોજાતા એક્સ્પોની આ વર્ષની આવૃત્તિ માટે ગુજરાતને યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ એક્સ્પો રાજ્યમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને ઉત્પાદન ક્ષેત્રને નવી ગતિ આપશે. આ એક્સ્પોમાં આર્મી, નેવી અને એરફોર્સના અત્યાધુનિક શસ્ત્રો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ એક્સપોમાં મોટાભાગના દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને IAS અધિકારીઓ પણ હાજર રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક્સ્પોમાં આવનાર મહત્વના લોકોની સુરક્ષાની જવાબદારી ગાંધીનગર પોલીસની રહેશે. ગાંધીનગર પોલીસે પણ સમગ્ર એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. આ અંગે ખાસ મેરેથોન બેઠકો પણ યોજવામાં આવી રહી છે.

World / 6 મહિનાના તાલિબાન શાસન બાદ મહિલાઓ અને બાળકોની હાલત બગડી, સર્વત્ર ભૂખ અને લાચારીઃ UN રિપોર્ટ

UP Election / હત્યા, હત્યાનો પ્રયાસ અને બળાત્કારના કેસ નોંધાયેલા ઉમેદવારો લડશે ચૂંટણી

ગુજરાત / રાજ્ય સરકાર 4 મહાનગરો પર થઇ મહેરબાન, વિકાસ કામો માટે 253 કરોડની ફાળવણી