ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 3280 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,24,878 પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં 17 મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2167 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,02,932 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 17,348 છે.
રાજ્યમાં 70,38,445 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 7,47,185 વ્યક્તિઓને બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. રાજ્યમાં કુલ 78,85,630 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,75,777 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 29,886 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.
છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગત
રાજ્યમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે ગુજરાત યુનીવર્સીટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને વિધાર્થીઓના હિતમાં આગામી ૧૨ એપ્રિલ અને 23 એપ્રિલથી શરુ થતી ગુજરાત યુનીવર્સીટી ની તમામ પરિક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા સરકારને નિર્દેશ કરવામાં આવ્યા છે. તો સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા પણ સરકારને ટકોર કરવામાં આવી છે. તો સાથે રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી હોવાનું જણાવ્યું છે. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.