Not Set/ નાળિયેરનાં રેસાથી બનતી ગણપતિની આ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર

ઇડર. હવે ગણપતિ દાદાનાં આગમનને ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. એવામાં ભક્તો દૂર-દૂર સુધી ગણપતિની મૂર્તિઓ લેવાં જતા હોય છે. પોતાની મન પસંદની ગણપતિ દાદાની મૂર્તિઓ માટે અગાઉથી બુકીંગ કરાવતા હોય છે. આજનાં સમયમાં લોકોમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધી રહ્યું છે, જેનાથી ગણેશ વિસર્જન સમયે પ્રકૃતે કોઈ પ્રકારની હાનિ ન પહોંચી શકે. આવા જ […]

Top Stories Gujarat
Idar Ganesha Idol Mantavya News નાળિયેરનાં રેસાથી બનતી ગણપતિની આ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર

ઇડર.

હવે ગણપતિ દાદાનાં આગમનને ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. એવામાં ભક્તો દૂર-દૂર સુધી ગણપતિની મૂર્તિઓ લેવાં જતા હોય છે. પોતાની મન પસંદની ગણપતિ દાદાની મૂર્તિઓ માટે અગાઉથી બુકીંગ કરાવતા હોય છે. આજનાં સમયમાં લોકોમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું ચલણ વધી રહ્યું છે, જેનાથી ગણેશ વિસર્જન સમયે પ્રકૃતે કોઈ પ્રકારની હાનિ ન પહોંચી શકે.

sgjhlkjghdg નાળિયેરનાં રેસાથી બનતી ગણપતિની આ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર
Idol Maker Lady

આવા જ વિચારોથી આ ઇકો-ફ્રેન્ડલી યુગમાં સાબરકાંઠા જિલ્લાનાં ઇડર તાલુકાનાં બડોલી ગામે નાળિયેરનાં રેસામાંથી ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવી રહી. આપને જણાવી દઈએ કે આ રેસામાંથી બનતી ગણેશની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.

જયારે આ મૂર્તિ બનવાનાં વિચારો વિશે સંચાલક રાઠોડ ઇન્દ્રસિંહને મંતવ્ય ન્યુઝે પૂછ્યું હતું ત્યારે તેમણે પોતાના વિચારો અને કામનું સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું હતું કે,

flkghjdslhjgfglkjshgfd નાળિયેરનાં રેસાથી બનતી ગણપતિની આ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર
Rathod Indrasinh

બડોલી ગામે આવેલ માનવ ઉત્થાન સેવા કેન્દ્રમાં 20 જેટલાં કારીગરો દ્વારા આ મૂર્તિઓ બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. આ મૂર્તિઓ એટલી આકર્ષક લાગે છે કે જોતાંની સાથે દાદાની મૂર્તિને ઘરે સ્થાપી લેવાનું મન થઈ જાય છે. આપને જણાવી દઈએ કે આ મૂર્તિઓની માંગ અમદાવાદ, મુંબઈ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વધી રહી છે. આ મૂર્તિ પ્રદુષણ મુક્ત હોવાને કારણે લોકો દૂર-દૂરથી મૂર્તિઓ લેવા માટે અહીં બડોલી ગામે આવે છે.”

જયારે મૂર્તિઓ લઇ જતા એક ગ્રાહક ચિરાગે પોતાનાં મંતવ્ય રજુ કરતા જણાવ્યા હતા કે,

 

dsflkjlkjldkjhgg નાળિયેરનાં રેસાથી બનતી ગણપતિની આ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર
Customer Chirag

ઇડરનાં બડોલી ગામે કેટલાક વર્ષોથી આ ગણપતિ દાદાની મૂર્તિ બનાવવામાં આવે છે. 1 ફૂટ થી લઇ 15 ફૂટ સુધીની દાદાની મૂર્તિઓ અહીં બનાવવામ આવે છે. આ ગણપતિ દાદાની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.”