Not Set/ તેલંગાણા: જગિત્યાલ જિલ્લામાં સરકારી બસ ખાડીમાં પડતા ૪૫ લોકોના થયા મોત

હૈદરાબાદ, તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં મંગળવાર સવારે એક દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં એક સરકારી બસ ખાડીમાં પડવાના કારણે ૪૫ લોકોના મોત થયા છે અને જયારે બીજા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. #UPDATE: Sindhu Sharma, SP Jagtial, says, "45 people have died so far. Injured have been admitted to nearby government hospitals. […]

Top Stories India Trending
Dmy8RMBX0AAGOFo તેલંગાણા: જગિત્યાલ જિલ્લામાં સરકારી બસ ખાડીમાં પડતા ૪૫ લોકોના થયા મોત

હૈદરાબાદ,

તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં મંગળવાર સવારે એક દર્દનાક ઘટના સામે આવી છે, જેમાં એક સરકારી બસ ખાડીમાં પડવાના કારણે ૪૫ લોકોના મોત થયા છે અને જયારે બીજા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, તેલંગાણા રાજ્ય રસ્તા અને પરિવહન નિગમ (TSરTC)ની એક બસ કોન્ડાગટ્ટુ પવર્ત પર સ્થિત હનુમાન મંદિર પરથી પાછી ફરી રહી ત્યારે કોન્ડાગટ્ટુ પર્વત પર આ બસ દુર્ઘટનાનો શિકાર બની હતી.

આ ઘટનામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનોને ચંદ્રશેખર રાવ સરકાર દ્વારા ૫ લાખ રૂપિયા આપવાનું એલાન કરવામાં આવ્યું છે.

બીજી બાજુ આ ઘટનાને જોતા રાહત અને બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે. ઘટના બાદ સ્થાનિક સાંસદ, મંત્રી, ધારસભ્યો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

Dmy8Oo3XcAAOv1A તેલંગાણા: જગિત્યાલ જિલ્લામાં સરકારી બસ ખાડીમાં પડતા ૪૫ લોકોના થયા મોત

મળતી માહિતી મુજબ, આ બસમાં કુલ ૫૫ લોકો સવાર હતા, જેમાંથી ૪૫ લોકોના મોત થયા છે. જયારે અન્ય ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ શાનિવારપેટ ગામ પાસેના ઘાટ પાસે નજીકની ખાડીમાં પડી ગઈ હતી.