Not Set/ પાંચ ઉમેદવારોને પછાડી ફરી રવિ શાસ્ત્રી બન્યા ટીમ ઇન્ડીયાનાં કોચ

ભારત અને દુનિયાભરનાં ક્રિકેટ પ્રમીઓની ઇન્તજારી ખતમ થઇ છે અને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રી ચાલુ રહેશે તેવી જાહેરાત 3 સભ્યોની પસંદગી સમિતી દ્વારા કરવામાં આવી ગઇ છે. રવિ શાસ્ત્રીએ તેના 5 પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરી પોતાનું પદ્દ જાળવી રાખ્યું છે. કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિએ શુક્રવારે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય […]

Top Stories Sports
thequint2F2015 062F046074b1 ce28 428b 8c76 6ff412af17bd2Fshastri.00 00 20 14.Still003 પાંચ ઉમેદવારોને પછાડી ફરી રવિ શાસ્ત્રી બન્યા ટીમ ઇન્ડીયાનાં કોચ

ભારત અને દુનિયાભરનાં ક્રિકેટ પ્રમીઓની ઇન્તજારી ખતમ થઇ છે અને ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રી ચાલુ રહેશે તેવી જાહેરાત 3 સભ્યોની પસંદગી સમિતી દ્વારા કરવામાં આવી ગઇ છે. રવિ શાસ્ત્રીએ તેના 5 પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરી પોતાનું પદ્દ જાળવી રાખ્યું છે.

રવિ શાશ્ત્રી

કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિએ શુક્રવારે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચનું નામ જાહેર કર્યું છે. હાલના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને ફરી એકવાર આ જવાબદારી સોંપવામાં આવી છે. શાસ્ત્રીનો નવો કાર્યકાળ 2021 ટી-20 વર્લ્ડ કપ સુધી ચાલશે.
BCCIનાં મુંબઇ સ્થિત મુખ્યાલયમાં CACનાં પ્રમુખ કપિલ દેવ અને અન્ય સભ્યો, પૂર્વ કોચ અંશુમન ગાયકવાડ અને શાંતા રંગા સ્વામીએ ટૂંકી સૂચિબદ્ધ તમામ છ ઉમેદવારોનાં ઇન્ટરવ્યુ લીધા પછી, રવિ શાસ્ત્રીના નામની પુષ્ટિ કરી હતી.
આપને જણાવી દઇએ કે છ ઉમેદવારોમાં રવિ શાસ્ત્રી ઉપરાંત રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, માઇક હ્યુસન, ટોમ મૂડી અને ફિલ સિમોન્સ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા.
Twitter पर छबि देखें

CAC દ્વારા ઉમેદવારોનાં લેવામાં આવ્યા ઇન્ટરવ્યૂ

બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાનાં હેડ કોચ પદ માટે નિર્ધારિત સ્કેલ પ્રમાણે, બીસીસીઆઈના અનુસાર, અરજી કરનાર ઉમેદવારને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓછામાં ઓછું 30 ટેસ્ટ અને 50 વનડે મેચનો અનુભવ હોવો જરૂરી હતો. પરંતુ માઇક હ્યુઝનનાં કિસ્સામાં આ નિયમની અવગણના કરવામાં આવી હતી. હ્યુઝન ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી, પરંતુ તેણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમમાં તેની કોચિંગમાં ઘણી મહત્વપૂર્ણ સફળતા મેળવી. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે મુખ્ય કોચ પદ માટે નક્કી કરવામાં આવેલા સ્કેલની અવગણના કરવામાં આવી હતી કારણ કે અમે કોચિંગના અનુભવને વધુ પસંદ કર્યું છે.

કેપ્ટન વિરાટ કોહલી રવિ શાસ્ત્રીને કોચ તરીકે જાળવી રાખવા તરફેણમાં 

રવિ શાસ્ત્રી ભારત તરફથી 80 ટેસ્ટ અને 150 વનડે મેચ રમ્યા છે. આ સિવાય તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. આ પહેલા પણ તે લગભગ બે વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે રહી ચૂક્યો છે. રવિ શાસ્ત્રીની દેખરેખ હેઠળ ભારતીય ટીમને આઇસીસી ટૂર્નામેન્ટ્સની નોક આઉટ મેચોમાં ઘણા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આમાં પાકિસ્તાનને 2017માં ICCની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી, 2016Tનાં ટી -૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ વેસ્ટ ઇન્ડીઝનાં હાથે હાર અને 2019 ODIની વન-ડે વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સમાવેશ છે. પરંતુ તેની દેખરેખ હેઠળ ભારતીય ટીમ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે ગઈ હતી. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ પણ રવિ શાસ્ત્રીનો કોચ જાળવી રાખવા માટે જોરદાર ટેકો આપ્યો હતો.