Not Set/ રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં મોડી રાતે લાગી આગ, 5 દર્દીઓના જીવનદીપ બુઝાયા

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં મોડી રાતે આગ લાગી, આગે કુલ પાંચ દર્દીઓના જીવનદીપ બુઝાવી નાખ્યા, દર્દીઓમાં નાસભાગ જોવામાં આવી હતી.

Top Stories Gujarat Rajkot
fire રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં મોડી રાતે લાગી આગ, 5 દર્દીઓના જીવનદીપ બુઝાયા

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં મોડી રાતે આગ લાગી, આગે કુલ પાંચ દર્દીઓના જીવનદીપ બુઝાવી નાખ્યા, દર્દીઓમાં નાસભાગ જોવામાં આવી હતી.

રાજકોટમાં આવેલા આનંદ બંગલા ચોક વિસ્તાર નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે એકાએક આગ ફાટી નીકળતા પાંચ લોકોના મોત નિપજ્યા છે. રાજકોટની આ હોસ્પિટલની અંદર કુલ ૩૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાનું હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બચાવી લેવામાં આવેલા દર્દીઓને અને હોસ્પિટલમાં સારવાર રાજ્ય શિફ્ટ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના સૂત્રો જણાવ્યા પ્રમાણે હોસ્પિટલના બીજા માળે મશીનરી માં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ છે. સરકાર દ્વારા આ હોસ્પિટલને સપ્ટેમ્બર મહિનાથી કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલનામાં કુલ 33 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી કલ 11 દર્દીઓ ICU વિભાગમાં દાખલ હતા તેઓ આગની ઝપેટમાં આવ્યા હતા.

આ હોસ્પિટલમાં લાગેલી આગમાં કુલ 5 વ્યક્તિબળીને ભડથું થઇ ગયા હતા અને તેમના જીવનદીપ બુઝાઈ ગયા હતા. જયારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ૫ મૃતકોના નામ રામસિંગભાઈ, નિતીન ભાઈ બાદાણી, સંજયભાઈ રાઠોડ, રસિકભાઈ અગ્રાવત અને કેશુભાઈ અકબરી હોવાનું જાણવા મળ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો