UP-Nagarnigam result/ UP નગરનિગમ-નગર પંચાયત ચૂંટણીમાં ભાજપને અગાઉ કરતાં બમણી સીટો

યુપી નગરનિગમ અને નગરપંચાયત ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. લોકોએ યોગી આદિત્યનાથના વહીવટ પર મ્હોર મારી છે. કદાચ આ વિજય ભાજપને કર્ણાટકમાં પરાજયની તકલીફ હળવી કરવામાં મદદ કરે.

Top Stories India
Yogi Adityanath UP નગરનિગમ-નગર પંચાયત ચૂંટણીમાં ભાજપને અગાઉ કરતાં બમણી સીટો

યુપી નગરનિગમ અને નગરપંચાયત ચૂંટણીમાં ભાજપનો UP Nagarnigam-BJP ભગવો લહેરાયો છે. લોકોએ યોગી આદિત્યનાથના વહીવટ પર મ્હોર મારી છે. કદાચ આ વિજય ભાજપને કર્ણાટકમાં પરાજયની તકલીફ હળવી કરવામાં મદદ કરે. આનો સીધો અર્થ એમ થાય છે કે ભાજપના જે-જે મુખ્યપ્રધાન સારી કામગીરી કરી રહ્યા છે અને પોતાની આગવી સૂઝ અને બૂઝ ચલાવે છે તથા વડાપ્રધાન મોદીના કરિશ્મા પર આધારિત નથી તે જ ભાજપને રાજ્યમાં જીતાડી શકે છે. યાદ રહે કે કોરોના પછી યુપીના સીએમ યોગી આદિત્યનાથ જ મહદ અંશે એકમાત્ર એવા મુખ્યમંત્રી હતા જે પોતાની ખુરશી બચાવી શક્યા હતા. ભાજપના મોટાભાગના સીએમે પોતાનું સ્થાન ખાલી કરવું પડ્યુ હતુ.

આજે યોગી આદિત્યનાથે નગરનિગમ-નગરપંચાયતમાં ભાજપને UP Nagarnigam-BJP વિજય અપાવી પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. આના પગલે ઉત્તરપ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કરવાને લઈને ભાજપ આશ્વસ્ત થઈ ગયું છે. ભાજપે 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કબ્જે કરતા તેમા તેના જ મેયર બેસાડ્યા છે. જ્યારે કુલ 199 નગરપાલિકામાંથી 94 નગરપાલિકા ભાજપે કબ્જે કરી છે. તેના પછી સૌથી વધુ નગરપાલિકા કરી હોય તો અન્યોએ કરી છે. જ્યારે ભાજપના નજીકના હરીફ સમાજવાદી પાર્ટીએ ફક્ત 39 નગરપાલિકા જ જીતી છે. જ્યારે ત્રીજા ક્રમે આવતી બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)એ 16 નગરપાલિકા જીતી છે. કોંગ્રેસને ફક્ત ચાર જ નગરપાલિકા મળી છે. આ બતાવે છે કે રાજ્યમાં જનાધારની વાત આવે તો કોંગ્રેસ ત્યાં તળિયે પહોંચી ગઈ છે.

જ્યારે 544 નગરપંચાયતમાં જોઈએ તો ભાજપને 196 નગરપંચાયત મળી છે. જયારે બીજા UP Nagarnigam-BJP ક્રમે આવતી સપાને 91 નગરપંચાયત મળી છે. ત્રીજા ક્રમે આવતી બસપાને 38 બેઠક મળી છે. કોંગ્રેસ ફક્ત 14 નગરપંચાયત મેળવીને ચોથા ક્રમે છે. આના પરથી આગામી લોકસભા બેઠકનું ચિત્ર પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. વર્તમાન સ્થિતિ મુજબ જોઈએ તો ભાજપને ઉત્તરપ્રદેશમાં આગામી લોકસભામાં 66થી 70 બેઠકો મળી શકે તેમ છે. આમ તે લોકસભા બેઠકોના મોરચે તેની વર્તમાન સ્થિતિ જાળવી રાખે તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ પાતળી સરસાઈથી વિજય/ લો બોલો, કર્ણાટક ચૂંટણીમાં ભાજપનો આ ઉમેદવાર ફક્ત 16 વોટના માર્જિનથી જીત્યો

આ પણ વાંચોઃ કર્ણાટક કોંગ્રેસ-પોસ્ટર વોર/ વિજયની સાથે જ કર્ણાટક કોંગ્રેસમાં જ સિદ્ધારામૈયા અને શિવકુમાર વચ્ચે શરૂ થઈ પોસ્ટર વોર

આ પણ વાંચોઃ કરુણ ઘટના/ બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત