બોટાદ/ લઠ્ઠાકાંડમાં મોતની હાફ સેન્ચુરી!મૃત્યુઆંક વધીને 55ને પાર,મરનારાઓની સંખ્યા વધશે

રાજ્યાના DGPએ પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો  કર્યો હતો કે પાણીમાં કેમિકલ આપીને દારૂ વેચવામાં આવ્યું છે,આ એક કેમિકલકાંડ છે

Top Stories Gujarat
12 14 લઠ્ઠાકાંડમાં મોતની હાફ સેન્ચુરી!મૃત્યુઆંક વધીને 55ને પાર,મરનારાઓની સંખ્યા વધશે

ગુજરાતમાં  ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જોયો છે,બોટાદના રોજિદ ગામમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 55 લોકોના મોત થઇ ગયા છે, અને 100થી વધુ લોકોની હાલત નાજુક છે અને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુપણ મૃત્યુઆંક વધી શકે છે.રાજ્યાના DGPએ પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો  કર્યો હતો કે પાણીમાં કેમિકલ આપીને દારૂ વેચવામાં આવ્યું છે,આ એક કેમિકલકાંડ છે.હાલ પોલીસ એકશનમાં આવી છે રાજ્યમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, રાજકોટ,સુરત,વડોદરા સહિત અનેક શહેરોમાં બૂટલેગરો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. સોમવારે સાંજે સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધી 41 પર પહોંચી ગયો. અમદાવાદ અને બોટાદ કેમિકલ કાંડમાં અત્યાર સુધીનો 55 લોકોનાં મોત થયા છે. તો 100 લોકો હજી પણ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે એફએસએલની તપાસમાં જણાયું કે અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.