Lunar Eclipse 2021/ વર્ષનું અંતિમ અને આંશિક ચંદ્રગ્રહણ આજે, જાણો કઇ રાશિને કરશે અસર

દેશમાં આજે એટલે કે 19મી નવેમ્બરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ થવાનું છે. આ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હોવાનું કહેવાય છે. કાર્તિક પૂર્ણિમાનાં અવસરે થનારું આ બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે.

Top Stories Trending
આંશિક ચંદ્રગ્રહણ

દેશમાં આજે એટલે કે 19મી નવેમ્બરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ થવાનું છે. આ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હોવાનું કહેવાય છે. કાર્તિક પૂર્ણિમાનાં અવસરે થનારું આ બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં માત્ર અરુણાચલ અને આસામ જેવા પૂર્વોત્તર રાજ્યોમાં આંશિક રીતે જ દેખાશે, જ્યારે ઉત્તર યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગરમાં તે સંપૂર્ણ રીતે દેખાશે.

આંશિક ચંદ્રગ્રહણ

આ પણ વાંચો – મુન્દ્રા / અદાણી બંદરે DRI દ્વારા કન્ટેનર રોકવામાં આવ્યું, કન્ટેનરમાં રેડીઓ એક્ટિવ સિગ્નલ મળ્યા હોવાની આશંકા

આપને જણાવી દઇએ કે, ચંદ્રગ્રહણ સવારે 11:34 વાગ્યે શરૂ થશે અને સાંજે 05:33 વાગ્યે સમાપ્ત થશે એટલે કે ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 59 મિનિટનો રહેશે. લગભગ 600 વર્ષમાં આ સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ છે. નાસા આ ગ્રહણનું જીવંત પ્રસારણ કરશે. હિન્દુ કેલેન્ડર મુજબ આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે, જેની અસર વૃષભ અને કૃતિકા નક્ષત્ર પર વધુ જોવા મળશે. જ્યોતિષીઓનાં મતે, આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે ખૂબ સારું અને કેટલાક માટે નકારાત્મક હોઈ શકે છે. આ સાથે જ જ્યોતિષીઓએ જણાવ્યું છે કે ચંદ્રગ્રહણ દરમિયાન અનેક કાર્યો કરવાની મનાઈ છે. નોંધનીય છે કે 19 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા પણ છે. આ દિવસે થનારું વર્ષ 2021નું અંતિમ ચંદ્રગ્રહણ આંશિક રહેશે. એટલે કે આ ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ સુતક નહીં હોય. જો આપણે પૌરાણિક માન્યતાઓની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે જ્યારે પૂર્ણ ગ્રહણ હોય છે ત્યારે તે સ્થિતિમાં સુતકનાં નિયમોનું સંપૂર્ણ પાલન થાય છે. જ્યારે આંશિક, ખંડગ્રાસ ગ્રહણમાં સુતક સમયગાળો અસરકારક રહેતો નથી.

આંશિક ચંદ્રગ્રહણ

આ પણ વાંચો – ભાવનગર / ઘરે ગેસનો સિલિન્ડર આવે છે તો અચૂકથી ચેક કરજો, અહીં બોટલમાંથી ગેસ ચોરી કરવાનું ઝડપાયું કૌભાંડ

આ વખતે થઈ રહેલા ચંદ્રગ્રહણમાં ખાસ કરીને વૃશ્ચિક, મિથુન, તુલા, મકર રાશિનાં લોકો પર આંશિક અસર જોવા મળશે. એટલે કે ચંદ્રગ્રહણની અસર આ રાશિઓ પર પડશે. આ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ સમયે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને શિવની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તેમના પર ચંદ્રગ્રહણની કોઈ અસર થતી નથી. આ સાથે તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન તમામ શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે, આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્યનું આયોજન ન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણનાં સમયગાળા દરમિયાન મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી, તેથી કોઈ પણ મંદિરમાં ન જવું જોઈએ અને ઘરનાં મંદિરનાં દરવાજા બંધ કરવા જોઈએ. આ સમય દરમિયાન રસોઈ બનાવવી અને રાંધવા એ વર્જિત માનવામાં આવે છે. અને ગ્રહણનાં સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન આવવું જોઈએ.