Not Set/ ગુજરાતની 2 સહિત રાજ્યસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી 5મી જુલાઈએ યોજાશે

દિલ્હી, રાજ્યસભાની ગુજરાતની બે બેઠક સહિત કુલ 6 બેઠક માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે.રાજ્યસભાના સભ્યો લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા પછી આ બેઠકો ખાલી પડી હતી. ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભામાં જીતી ગયા બાદ રાજ્યસભાની બેઠક ખાલી થઈ હતી. આ ઉપરાંત રવિશંકર પ્રસાદ, અચ્યુતાનંદ […]

Top Stories India
cbv dsuovf ગુજરાતની 2 સહિત રાજ્યસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી 5મી જુલાઈએ યોજાશે

દિલ્હી,

રાજ્યસભાની ગુજરાતની બે બેઠક સહિત કુલ 6 બેઠક માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે.રાજ્યસભાના સભ્યો લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા પછી આ બેઠકો ખાલી પડી હતી.

ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભામાં જીતી ગયા બાદ રાજ્યસભાની બેઠક ખાલી થઈ હતી. આ ઉપરાંત રવિશંકર પ્રસાદ, અચ્યુતાનંદ સામંતા, પ્રતાપ કેસરી દેબ અને સૌમ્યા રંજન પાઠકની રાજ્યસભાની ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે.

ચૂંટણી કમિશનરના જણાવ્યા પ્રમાણે રાજ્યસભાની 6 બેઠકો માટે 5 જુલાઈએ મતદાન થશે.સવારે નવ વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધી મતદાન કરી શકાશે. મતગણતરી પણ 5 જુલાઈએ જ સાંજે 5 વાગે કરવામાં આવશે.નવમી જૂલાઈએ ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાત સહિત તમામ બેઠક માટે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ 25મી જૂન રાખવામાં આવી છે. નોટીફિકેશન 18મી જૂને પ્રસિદ્વ કરવામાં આવશે અને ત્યાર બાદ 26મી તારીખે સ્ક્રુટીની કરવામાં આવશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ 28મી જૂન રાખવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.