IPL 2023/ રોમાંચક મેચમાં રાજસ્થાને ચેન્નાઈને ત્રણ રનથી હરાવ્યું, ધોની-જાડેજા છેલ્લા ત્રણ બોલમાં સાત રન ન બનાવી શક્યા

IPL 2023ની 17મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા

Top Stories Sports
14 6 રોમાંચક મેચમાં રાજસ્થાને ચેન્નાઈને ત્રણ રનથી હરાવ્યું, ધોની-જાડેજા છેલ્લા ત્રણ બોલમાં સાત રન ન બનાવી શક્યા

IPL 2023ની 17મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ડેવોન કોનવેની અડધી સદી છતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 172 રન જ બનાવી શકી હતી. આ સાથે રાજસ્થાન રોયલ્સ ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવનારી મુંબઈ ઈન્ડિયન્સ પછી બીજી ટીમ બની ગઈ છે.

રાજસ્થાનના 175 રનના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સારી શરૂઆત કરી શકી ન હતી. ત્રીજી ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડ 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ડેવોન કોનવે અને અજિંક્ય રહાણેએ બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. રહાણે 19 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. શિવમે 8 રન બનાવ્યા હતા. આ પછી મોઈન અલી, અંબાતી અને ડેવોન કોનવે સાત બોલમાં પેવેલિયન પરત ફર્યા હતા. કોનવે અડધી સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. જોસ બટલરની અડધી સદીની ઇનિંગને કારણે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જોસ બટલર 52 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે દેવદત્ત પડિકલે 38 રન બનાવ્યા હતા. સુપરકિંગ્સ તરફથી રવિન્દ્ર જાડેજા, આકાશ સિંહ અને તુષાર દાનશપાંડેએ બે-બે વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને બીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલના રૂપમાં પહેલો ફટકો લાગ્યો હતો. જયસ્વાલ 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી દેવદત્ત પડિકલ અને બટલર વચ્ચે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી થઈ હતી. દેવદત્ત 26 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ 9મી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. પડિક્કલ બાદ તેણે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને આઉટ કર્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ પછી અશ્વિને કેટલાક મોટા શોટ રમીને ઝડપી રન બનાવ્યા હતા. જોકે તે 22 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની ઇનિંગ્સમાં તેણે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. રાજસ્થાનના ઓપનર જોસ બટલરે 33 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. તે 52 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શિમરોન હેટમાયરે 18 બોલમાં 30 રન બનાવ્યા હતા.