કોરોના/ કોવિડ-19 ના લીધે આ રાજ્યમાં વધી મુશ્કેલી શાળાના 20 વિધાર્થી અને 10 શિક્ષક કોરના સંક્રમિત

આરોગ્ય મંત્રી કહ્યું કે જો કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું જણાય તો સંસ્થાને તાત્કાલિક સીલ કરી દેવામાં આવશે

Top Stories
dddddddddddd કોવિડ-19 ના લીધે આ રાજ્યમાં વધી મુશ્કેલી શાળાના 20 વિધાર્થી અને 10 શિક્ષક કોરના સંક્રમિત

દેશના વિવિધ રાજ્યોમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે. સાથે તેની આડઅસર પણ દેખાવા લાગી છે. તમિલનાડુમાં શાળાઓ ખોલ્યા પછી, 20 થી વધુ વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકો કોવિડ 19 થી પ્રભાવિત થયા છે. આ તમામ 1 સપ્ટેમ્બરથી શાળા ખોલ્યા બાદ આવી રહ્યા હતા.જે ચિંતાજનક બાબાત છે ,હાલ કોવિડની સ્થિતિ હજી પણ સામાન્ય બની નથી. હજીપણ કેસ આવી રહ્યા છે

ચેન્નાઇની ખાનગી શાળામાં એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. એક વિદ્યાર્થી અને તેના પિતા તાજેતરમાં બેંગ્લોરથી પરત ફર્યા હતા. બંને કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ પછી, શાળાના અન્ય 120 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી એમએ સુબ્રમણ્યમે કહ્યું કે જો કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું જણાય તો સંસ્થાને તાત્કાલિક સીલ કરી દેવામાં આવશે. ચેપગ્રસ્તને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવશે. આ સાથે રાજ્યની અન્ય શાળાઓમાં રેન્ડમ ટેસ્ટ લેવામાં આવશે.

નોંધપાત્ર વાત એ છે કે, તમિલનાડુમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓફલાઈન વર્ગોની માંગ કરી રહ્યા હતા. આ પછી રાજ્ય સરકારે શાળા ખોલવાની યોજના બનાવી હતી. આ દરમિયાન, ઘણા જરૂરી સુરક્ષા પગલાં અપનાવવામાં આવી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બાળકોના વાલીઓ અને શાળાના કર્મચારીઓએ રસીકરણ કરાવવું જોઈએ. તે જ સમયે, શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે જે બાળકો પોતાને અસુરક્ષિત અનુભવે છે તેઓ ઓનલાઇન વર્ગો પસંદ કરી શકે છે.