Election/ કર્ણાટક ચૂંટણી માટે ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભાજપે બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. અગાઉ મંગળવારે પાર્ટીએ 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી

Top Stories India
13 8 કર્ણાટક ચૂંટણી માટે ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભાજપે બુધવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. અગાઉ મંગળવારે પાર્ટીએ 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ નેતા નાગરાજ ચબ્બી, જેઓ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે, તેઓ કલઘાટગીથી ચૂંટણી લડશે.બીજી યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરનું નામ પણ નથી. શેટ્ટર હુબલી-ધારવાડના ધારાસભ્ય છે. તેમણે મંગળવારે દાવો કર્યો હતો કે પાર્ટીએ તેમને ચૂંટણી ન લડવા માટે કહ્યું છે. આ અંગે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. શેટ્ટરના આ નિવેદન બાદ તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બુધવારે બીજેપી ચીફ જેપી નડ્ડાને મળ્યા હતા.

 

15 1 કર્ણાટક ચૂંટણી માટે ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

જ્યારથી ભાજપે કર્ણાટક ચૂંટણીને લઈને તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારથી પાર્ટીમાં જ એક અલગ પ્રકારનું રાજકારણ તેજ બન્યું છે. કેટલાકમાં નારાજગી છે તો કેટલાકે સીધી પક્ષ બદલવાની વાત શરૂ કરી દીધી છે. કેટલાક રડી રહ્યા છે અને કેટલાક ચૂંટણી નિવૃત્તિ પર દાવ લગાવી રહ્યા છે. બધું થઈ રહ્યું છે, પરંતુ ભાજપ માટે પડકાર વધી રહ્યો છે.

મંગળવારે ભાજપે કર્ણાટક ચૂંટણી માટે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તે યાદી જાહેર થયા બાદ અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટીએ આ વખતે પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને ટિકિટ આપી નથી. જેના કારણે તેમણે પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે તેમને કોંગ્રેસમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે તેમ કહીને અટકળોને તેજ બનાવી દીધી હતી. હવે મોટી વાત એ છે કે આ વખતે ભાજપે અથાણીથી મહેશ કુમથલીને ટિકિટ આપી છે. આ એ જ નેતાઓ છે જેમણે 2019માં કોંગ્રેસ સરકારને પછાડી અને ભાજપની સરકાર બનાવી.