tomato/ ખેડૂતની મહેનત પર ચોરોએ લણી લીધુઃ મોંઘાદાટ ટામેટાની ખેતરમાંથી ચોરી

મોંઘાદાટ થયેલા ટામેટાની સીધી હવે ખેતરોમાંથી ચોરી થવા માંડી છે. કર્ણાટકમાં એક ખેડૂતે ખેતરમાં વાવેલા અઢીથી ત્રણ લાખ રૂપિયાના ટામેટા ચોરો ચોરી ગયા છે. આમ ખેડૂતની મહેનત પર ચોરોએ લણી લીધું છે.

Top Stories India
Tomato ખેડૂતની મહેનત પર ચોરોએ લણી લીધુઃ મોંઘાદાટ ટામેટાની ખેતરમાંથી ચોરી

મોંઘાદાટ થયેલા ટામેટાની સીધી હવે ખેતરોમાંથી ચોરી થવા Tomato-Stolen માંડી છે. કર્ણાટકમાં એક ખેડૂતે ખેતરમાં વાવેલા અઢીથી ત્રણ લાખ રૂપિયાના ટામેટા ચોરો ચોરી ગયા છે. આમ ખેડૂતની મહેનત પર ચોરોએ લણી લીધું છે.

છેલ્લા બે-ત્રણ સપ્તાહમાં ટામેટાના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ મોંઘવારીએ સામાન્ય લોકો, વેપારીઓ અને દુકાનદારોને પરેશાન કરી દીધા છે. હવે મોંઘવારીની અસર ખેડૂતો સુધી પણ પહોંચવા લાગી છે. કર્ણાટકના હાસન જિલ્લામાં એક ખેડૂતના ખેતરમાંથી ટામેટાંની ચોરી થઈ છે. આટલા મોંઘા થતા ટામેટાનો લાભ ખેડૂતોને મળી રહ્યો નથી, ઉપરથી ખેડૂતો મહેનત કરીને જે ટામેટા ઉગાડે છે તે સીધા Tomato-Stolen ખેતરમાંથી ચોરી થઈ રહ્યા છે. પીડિત ખેડૂતે અંદાજના આધારે જણાવ્યું છે ,કે તેના ખેતરમાંથી લગભગ અઢી લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ છે.

ખેડૂતે બે એકરમાં ટામેટાની ખેતી કરી હતી. મહિલા ખેડૂત Tomato-Stolen ધરાણીએ લગભગ બે એકર જમીનમાં ટામેટાંની ખેતી કરી છે. તેણે જણાવ્યું છે કે 4 જુલાઈની રાત્રે તેના ખેતરમાંથી લગભગ અઢી લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ હતી. તેણે ઉમેર્યું કે, બેંગલુરુમાં ટામેટાં 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તે જોઈને તે પણ તેના પાકને સારી કિંમતે વેચીને નફો મેળવવાની યોજના બનાવી રહી હતી, પરંતુ કોઈએ તેના પ્લાન પર પાણી ફેરવી દીધું.

ધરાણીએ કહ્યું, ‘આ વર્ષે કઠોળની ખેતીમાં અમને Tomato-Stolen મોટું નુકસાન થયું છે. અમે ટામેટાની ખેતી માટે લોન લીધી હતી. અમારો પાક સારો હતો અને ભાવ પણ ખૂબ સારા હતા. ચોરોએ અમારા ખેતરમાંથી લગભગ 50-60 બોરી ટામેટાંની ચોરી કરી હતી. એટલું જ નહીં ચોરોએ અમારા ખેતરોમાં ઉભા પાકને પણ બરબાદ કર્યો હતો. આમ હવે પોલીસ સમક્ષ પણ ફરિયાદોની નવી કેટેગરી ખુલી છે.

 

આ પણ વાંચોઃ SVPI Airport/ SVPI એરપોર્ટની ઊંચી ઉડાનઃ એક જ વર્ષમાં 150થી વધુ પ્રકારના વિમાનોનું હેન્ડલિંગ

આ પણ વાંચોઃ Employment-Gujarat/ રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ

આ પણ વાંચોઃ સુરત પોલીસ નવતર પ્રયોગ/ ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતના એક બ્રિજ પર બનાવવામાં આવી ટ્રાફિક ચોકી

આ પણ વાંચોઃ CM-Adijati/ સીએમ આદિજાતિના ગામોની મુલાકાતેઃ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે સંવાદ

આ પણ વાંચોઃ NCP-Ajit Pawar/ પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવારના દાવાથી ખળભળાટ