- અમદાવાદ માટે 110 કરોડ મંજૂર કરાયા
- સુરતમાં ફલાયઓવર માટે 70 કરોડ ફાળવાયા
- વડોદરામાં જનભાગીદારી કામો માટે 63.53 કરોડ
- જામનગરમાં શહેરી સડક યોજના માટે 9.16 કરોડ મંજૂર
રાજ્યના ૪ મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રપ૩ કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને રપ૩ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. અમદાવાદ માટે-રૂ. ૧૧૦ કરોડ – સુરતમાં ફલાયઓવર માટે રૂ. ૭૦ કરોડ- વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી કામો માટે રૂ. ૬૩.પ૩ કરોડ – જામનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૯.૧૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં ૮૧ જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ ૧૧૦ કરોડ રૂપિયા ફાળવવા ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તેમણે સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફલાય ઓવર બ્રીજથી કરણી માતાના ચોક સુધીના ફલાય ઓવરબ્રીજના કામ માટે વધારાના ૭૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇનના મળીને ૧૧૨૯ કામો માટે ૬૩.પ૩ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે
આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-૯ રસ્તાના કામો માટે ૯.૧૬ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ખાદી ઉદ્યોગ / ધરમપુરનો ખાદી ઉદ્યોગ નામશેષને આરે, માત્ર બે કારીગર બચ્યા
રાજકીય / પંજા બાદ ઝાડુ ઉપર કમળની તરાપ, ‘આપ’ના પાંચ કોર્પોરેટરોએ ‘ઝાડુ’ છોડી પકડયું ‘કમળ’
ઉત્તરપ્રદેશ ચૂંટણી / રુદ્રાક્ષની માળા, કાનમાં કુંડળ અને રિવોલ્વર – આટલી છે યોગી આદિત્યનાથની કુલ સંપત્તિ
Statue of Equality / કોઈ સંતની આટલી ઉંચી પ્રતિમા આજ સુધી બની નથી, 5 ફેબ્રુઆરીએ PM મોદી કરશે અનાવરણ
