Aravalli News/ અરવલ્લીમાં ધનસુરામાં દંપતી પર જીવલેણ હુમલો, ગર્ભવતી મહિલાનું અપહરણ

8 મહિના પહેલા યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. યુવકે ધનસુરા પોલીસની કામગીરી પર આક્ષેપ કર્યા હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat

Aravalli News: અરવલ્લી (Aravalli)માં ધનસુરા (Dhansura)માં દંપતી પર જીવલેણ હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. રમોસમાં પ્રેમલગ્ન (Love Marriage) કર્યા બાદ ગર્ભવતી મહિલા (Pregnant Woman)નું અપહરણ (Kidnapping) કરાતા ચકચાર મચી ગઈ છે. યુવકે ધનસુરા પોલીસની કામગીરૂ પર સુરક્ષાને લઈ આક્ષેપો કર્યા છે.

અરવલ્લી (Aravalli) જીલ્લામાં ધનસુરા તાલુકામાં આવેસ રમોસ ગામમાં 8 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર દંપતી પર જીવલેણ હુમલો (Attack) કરાતા ગામમાં ભય ફેલાયો છે. તેમજ ઘમાં તોડફોડ કરી ગર્ભવતી મહિલા (Attack) નું અપરહણ કરવામાં આવ્યું હતું. યુવકે આ મામલે પોલીસ પર સુરક્ષાને લઈ આક્ષેપો કર્યા છે. યુવતીના પરિવારજનો દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  યુવક તેમજ પરિવારજનોને માર મારી ઇસમો ફરાર થઈ ગયા હતા.  8 મહિના પહેલા યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. યુવકે ધનસુરા પોલીસની કામગીરી પર આક્ષેપ કર્યા હોવાનું સામે આવ્યું છે.

અગાઉ જામનગર (Jamnagar)ના કાલાવડ (Kalawad) તાલુકાના ધૂનધોરાજીમાં રહેતા કૈલાશભાઈ આદિવાસી અને તેના પત્ની ઉષાબેન તથા પુત્રી નિશાબેન કે જેઓ ત્રણેય પોતાની વાડીની ઓરડીમાં સુતા હતા, જે દરમિયાન વિક્રમ સમસિંગભાઈ દેહીજા તથા ગોટુ માવી અને બે અજાણ્યા શખ્સો એક સફેદ કલરની બોલેરો કારમાં આવ્યા હતા, અને કૈલાશભાઈના પુત્ર ઉમેશને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કૈલાશભાઈ તેના પત્ની ઉષાબેન અને પુત્રી નિશાને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ (Kidnapping) કરી ગયા હતા. આથી આ મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને ચારેય અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

જુનાગઢ (Junagadh)માં  પ્રેમલગ્નનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં પ્રેમલગ્ન કરનારા યુવકની હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવકે દસ દિવસ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્નની અદાવત રાકીને તેની હત્યા કરી નાંખવામાં આવી હોવાની તર્ચા ચાલી રહી છે. જેમાં યુવતીના પૂર્વ પતિએ આ હત્યા કરી હતી. આ દંપતી પર ત્રણ જણાએ હુમલો કર્યો હતો. આ યુવતીના 10 દિવસ પહેલા જ પ્રેમલગ્ન થયા હતા. પ્રેમલગ્ન કરનારા મૃતક યુવકનું નામ જય કાલરીયા હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરના કાલાવડમાં પ્રેમલગ્ન કરવા પડ્યાં મોંઘા! યુવક સહિત બહેન-બનેવીનું કરાયું અપહરણ

આ પણ વાંચો:પ્રેમલગ્ન બાદ HCની વકીલ પત્ની છોડી જતાં આડાસંબંધની શંકામાં ક્લાર્કને ઉડાવવા પાર્સલ મોકલ્યું

આ પણ વાંચો:જુનાગઢમાં પ્રેમલગ્ન કરનારા યુવકની હત્યાથી ચકચાર