Rajkot News: રાજકોટ(Rajkot)ના ત્રંબા ગામની એક પોપ્યુલર શાળામાં વિદ્યાર્થીઓને ચોરી (Copy) કેવી રીતે કરવી તેનો પાઠ ભણાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શાળા પર બાળકોને ચોરી કરાવા અંગે આરોપ મૂકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખની સ્કૂલમાં ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્રંબા ગામમાં શર્મિલા બાંભણીયાની પોપ્યુલર સ્કૂલમાં ચોરીના આક્ષેપ મામલે સ્કૂલ તરફથી જિલ્લા શિક્ષણાધિકારીને ખુલાસો કરાયો છે. ખુલાસામાં શાળાએ પોતાનો લૂલો બચાવ કર્યો છે, આચાર્ય કે શિક્ષક દ્વારા આવી પ્રવૃતિ ન કરાવતા હોવાનું જણાવ્યું છે. કોઈએ શાખ ખરડાવવાના બદઇરાદે આવું કૃત્ય કર્યું હોવાનો ખુલાસો કર્યો છે. શાળા સંચાલકોએ કહ્યું કે, અમે અમારી શાળાનું કેન્દ્ર બીજે આપવા તૈયાર છીએ.

ઉલ્લેખનીય છે કે, ત્રંબા ગામની એક પોપ્યુલર શાળામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે અને તેમને ચોરી અંગે પાઠ ભણાવવામાં આવી રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમના કેટલાક ફોટા અને ચેટ્સ વાયરલ થયા છે. બોર્ડની પરીક્ષાઓમાં માઇક્રો કોપી આપવામાં આવી રહી હોવાનો આરોપ છે અને વિદ્યાર્થીઓને ચોરી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ મામલે કોઈએ શિક્ષણ બોર્ડને ઈમેલ દ્વારા ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું છે. શાળાએ આવું કેમ કર્યું? શું વિદ્યાર્થીઓને આ રીતે જ શીખવવામાં આવતું નથી? જેથી તેમને પરીક્ષામાં ચોરી કરવા વિશે પાઠ ભણાવી શકાય? આવા પ્રશ્નો ઉભા થાય તે વાજબી છે.
એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે એક વિદ્યાર્થી એક નકલમાં લખીને ટોઇલેટમાં રાખતો હતો અને બાદમાં બીજો વિદ્યાર્થી તે નકલ લાવીને પેપર લખતો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો CCTV તપાસમાં કોઈ અનિયમિતતા જોવા મળશે તો શાળા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સ્વાભાવિક છે કે જો કોઈ ગેરરીતિ જોવા મળે તો શાળા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેમ લોકોનું માનવું છે.
આ પણ વાંચો:ત્રણેય મિત્રો વચ્ચે બોલાચાલી થતા, 2 મિત્રોએ મળી યુવક પર ફાયરિંગ કર્યું
આ પણ વાંચો:અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગ, ભારતના યુવકનું ગોળી વાગતા મોત, નોકરીની આશા અધૂરી

