Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સોના (Gold)ની મોટી દાણચોરીનો ભંડાફોડ થયો છે. અબુધાબીથી આવેલી એર અરેબિયા ફ્લાઇટ 3L-111માં આવેલા શાહરૂખ નામના ભારતીય પેસેન્જરના શરીરમાંથી છુપાવેલા 21 લાખથી વધારે કિંમતના સોનાના કેપ્સ્યુલ કબજે કરવામાં આવ્યા છે.
આ ઘટના તાજી એ માટે ગણાય કે થોડા દિવસો પહેલા જ યુગાન્ડાની મહિલાના શરીરમાંથી 79 હેરોઈન કેપ્સ્યુલ મળી આવ્યા હતા, જેમાં કોર્ટએ 20 વર્ષની સજા ફટકારી હતી.

AIU અધિકારીઓએ પ્રોફાઇલિંગમાં પકડ્યો શંકાસ્પદ પેસેન્જર
19 ફેબ્રુઆરી 2026ના રોજ, AIU ટીમે અબુધાબીથી આવી રહેલા શાહરૂખ નામના પેસેન્જરને શંકાસ્પદ હરકતોને આધારે અટકાવ્યો. પૂછપરછ દરમિયાન તેણે સોનું ગળી તેની અંદર છુપાવ્યું હોવાની કબૂલાત કરી.
સોનું બહાર કાઢવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો મુસાફર
કોર્ટના આદેશ મુજબ, પેસેન્જરને 19 ફેબ્રુઆરીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેથી શરીરમાં છુપાવેલી વસ્તુઓ બહાર કાઢી શકાય. 21 ફેબ્રુઆરીએ મેડિકલ ટીમ દ્વારા મળ પાસ કરાવતાએ 3 નળાકાર પીળા રંગના કેપ્સ્યુલ, 1 ગોળાકાર સ્ટીલ કલરની કેપ્સ્યુલ,પેસેન્જરના શરીરમાંથી બહાર આવ્યા.

35 ગ્રામ સોનું (Gold) 24 કેરેટ શુદ્ધતા સાથે મળ્યું
મેડિકલ રિપોર્ટ બાદ કસ્ટમ વિભાગે માલનું મૂલ્યાંકન કર્યું. જેમા જાણવા મળ્યું કે,3 નળાકાર કેપ્સ્યુલોમાં કુલ 135.200 ગ્રામ સોનું હતું,શુદ્ધતા 999 / 24K, બજાર ભાવ: ₹21,89,564, ટેરિફ મૂલ્ય: ₹20,17,801 ચોથો ગોળાકાર કેપ્સ્યુલ ફેરસ મેટલનું હોવાનું જાણવા મળ્યું, એટલે તેને પણ જપ્ત કરવામાં આવ્યું છે.
દાણચોરીનો પ્રયાસ: કસ્ટમ દ્વારા કેસની તપાસ ચાલુ
પેસેન્જરે સોનું કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવી ભારત લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી, કસ્ટમ્સ એક્ટ, 1962 મુજબ તમામ કેપ્સ્યુલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.સોનાની દાણચોરીના આવા કેસોમાં તાજેતરમાં વધારો દેખાઈ રહ્યો હોવાથી કસ્ટમ વિભાગ વધુ સતર્ક બન્યો છે.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ બન્યું સોનાની દાણચોરીનો અડ્ડો, ઇન્ડિગોના બે ઓફિસરની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી 59 લાખ રૂપિયાના સોનાની દાણચોરી કરતો પકડ્યો મુસાફર
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર ફરી સોનાની દાણચોરી, એલ્યુમિનિયમ કોટેડ સ્ક્રૂમાં છુપાયેલું 353 ગ્રામ સોનું પકડાયું
