Ahmedabad News/ એક જ દિવસમાં આપઘાતના ચાર બનાવ, યુવકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું

આર્થિક પરિસ્થિતી અને બિમારી જેવા કારણોને લઈને જીવન ટુંકાવી રહ્યા છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં આપઘાતના બનાવો ઘટવાનું નામ લેતા નથી. રોજ ચારથી પાંચ લોકો આપઘાત કરે છે. જેમાં આપઘાત કરનારાઓમાં 20થી 40 વર્ષના લોકોનું પ્રમાણ વધુ છે. અમદાવાદમાં 11 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં આપઘાતના ચાર બનાવો બન્યા હતા.પ્રથમ બનાવની વિગત જોઈએ તો નવરંગપુરામાં ગિરીશ કોલ્ડ્રિંક્સની બાજુમાં રંગદીપ ફ્લેટમાં રહેતા ઈનાબેનનું સાત દિવસ અગાઉ કુદરતી મૃત્યુ થયું હતુ. જેને કારણે તેમના બેન બીનાબેન એમ.શાહ(65) શોક મનાવવા આવ્યા હતા. દરમિયાન સવારે તેમણે જોયું તો તેમનો ભાણેજ કિનીથ એચ.શાહ(41) ગળાફાંસોખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.

તાત્કાલિક તેમણે ઘરના અન્ય સભ્યોને જાણ કરતા બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનુવર્સિટી પોલીસે ઘટનાસ્થળે આવીને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જોકે આપઘાતનું કારણ જાણવા મળ્યું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અન્ય બનાવમાં અમરાઈવાડીમાં સતાધાર રોડ પર આવેલી ભાગ્યેશનગર સોસાયટીમાં રહેતા બીરજુ ઉર્ફે બ્રિજેશ આર પરમારે (40) પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘરની આર્થિક હાલતસારી ન હોવાથી ટેન્શનને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. અમરાઈવાડી પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
તે સિવાય મુળ ઉત્તરપ્રદેશના અને જીઆઈડીસી કઠવાડા નિકોલ રાધેક્રિશ્ન એસ્ટેટ ખાતે રહેતા કુંદન એસ. ચૌહાણ(18) એ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. કોઈ અગમ્ય કારણસર તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. નિકોલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

જ્યારે વટવામાં મહાલક્ષ્મી તલાવડી પાસે અમર ટેનામેન્ટમાં રહેતા કોમલબેન એસ.રાજપૂત (27)એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. કોમલબેનના સાસુ અંજુસિંગ એ. રાજપૂતે પોલીસને જણાવ્યું હતું કે તેમના દિકરા શક્તિસિંગે છ મહિના અગાઉ પટના ખાતે રહેતી કોમલ સાથે લવ મેરેજ કર્યા હતા. દરમિયાન તેમના ઘરના સભ્યો હોલમાં સુતા હતા. જ્યારે શક્તિસિંગ અને કોમલ તેમના રૂમમાંસુતા હતા. સવારે અંજુસિંગે જોયું તો શક્તિસિંગ હોલમાં સુતો હતો. બાદમાં તેમણે જોયું તો કોમલના બેડરૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. તેમમે જોયુ તો કોમલ દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે ચઢી હતી. તેમમે બુમાબુમ કરતા ઘરના સભ્યો ભેગા થઈ ગયા હતા. દરમિયાન શક્તિસિંગે કોમલના બન્ને પગ પકડીને ઉંચા કર્યા હતા. બાદમાં દુપ્ટોટો કાઢીને કોમલને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં એલ.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ડોકેટરે તેને તપાસીને મૃત ઘોષિત કરી હતી.કોમલબેનને પેટની બિમારી હતી અને છ મહિનાથી તેમની દવા ચાલી રહી હતી. જોકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. આ અંગે વટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અરવલ્લીમાં દેશ વિરૂદ્ધ લખાણ બદલ બાંગ્લાદેશી યુવક ઝડપાયો

આ પણ વાંચો:પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં

આ પણ વાંચો:રાજ્યમાં સરદાર સરોવર ડેમ છલોછલ, ધરોઈ ડેમ 60% ખાલી