Breaking News/ મની લોન્ડરિંગના આરોપમાં અમેરિકામાં ભારતીય મૂળના જજની ધરપકડ

કોર્ટના રેકોર્ડ્સ અને ફોર્ટ બેન્ડ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ અનુસાર, જ્યોર્જ પર $30,000 થી $150,000 ની લોન્ડરિંગનો આરોપ છે.

Top Stories World

Breaking News: અમેરિકા(America)માં ભારતીય મૂળના જજની મની લોન્ડરિંગ (Money laundering) ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં ભારતીય મૂળના જજ કેપી જ્યોર્જની ‘વાયર ફ્રોડ’ અને ‘ઇલેક્શન ફાઇનાન્સ રિપોર્ટ’ને ખોટા બનાવવા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા જ્યોર્જ 2018થી કાઉન્ટી જજ તરીકે સેવા આપી રહ્યા છે.

અમેરિકન પોલીસે તેની ધરપકડ કરી. ત્યારબાદ તેને શુક્રવારે બપોરે 3:30 વાગ્યાની આસપાસ કાઉન્ટી જેલમાં મોકલવામાં આવ્યો હતો અને યુએસ $20,000ની જામીનની રકમ ચૂકવ્યા બાદ તેને છોડવામાં આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ્સ અને ફોર્ટ બેન્ડ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ અનુસાર, જ્યોર્જ પર $30,000 થી $150,000 ની લોન્ડરિંગનો આરોપ છે.

જજ પાસેથી રાજીનામાની માંગ

મની લોન્ડરિંગના આરોપ બાદ જજના રાજીનામાની માંગ કરવામાં આવી છે. જો કે જજે તેના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં જ્યોર્જે કહ્યું, “મને ન્યાય પ્રણાલીમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને હું મારી નિર્દોષતા સાબિત કરવા માટે લડીશ.”

ફોર્ટ બેન્ડ કાઉન્ટી ચલાવતા બિલ રિકર્ટે જાહેરમાં જ્યોર્જને રાજીનામું આપવા માટે હાકલ કરી છે. ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે જણાવ્યું હતું કે કેસની તપાસ હજુ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પનો 25% ‘ઓટો ટેરિફ’ આ ભારતીય કંપનીઓની રમત બગાડશે

આ પણ વાંચો:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના આદેશને અવગણ્યો, સેંકડો ઇમિગ્રન્ટ્સને ધકેલ્યા

આ પણ વાંચો:હવે 10-20 % નહીં, પરંતુ અધોઅધ 200 % ટેરિફ લાદવામાં આવશે; ડોનાલ્ડ ટ્રમ્પ કેમ નારાજ ? નવી ધમકી કોને આપવામાં આવી ?