કેશોદ/ ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉંનું વાવેતર

કેશોદના ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉંનું વાવેતર

Gujarat Others Trending
exam 10 ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉંનું વાવેતર

@ચેતન પરમાર, કેશોદ.

ખેડુતો દ્વારા અવનવી ખેત પેદાશોનું વાવેતર કરવાના અખતરા અજમાવી રહયા છે. જેમાં અવનવી ખેત પેદાશોનું વાવેતર કરી અનેક ખેડુતો મબલખ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યાછે તો કોઈ ખેડુતો નવીનતમ ખેત પેદાશોનું વાવેતર કરી પછતાઈ રહયા છે.

exam 11 ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉંનું વાવેતર

કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડુત ભીમસીભાઈ બારીયાએ અખતરા રૂપે કાળા ઘઉનું થોડુ વાવેતર કર્યું છે. તે ઉપરાંત કેશોદ તાલુકાના અનેક ખેડુતોએ પણ મોંઘા ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી અખતરા રૂપે કાળા ઘઉનું વાવેતર કર્યુંછે. પણ તેમાં આગામી વર્ષોમાં કાળા ઘઉના ઉત્પાદનમાં અને પોષણક્ષમ ભાવ મળવામાં નિષ્ફળતા જાય તેવું ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી વર્ષે કાળા ઘઉના વાવેતર સમયે અનેક ખેડુતોએ પ્રતીમણ બારસોથી બે હજારથી વધુના ભાવે કાળા ઘઉના બિયારણની ખરીદી કરી વાવેતર કરી હતી.  જોઈતા પ્રમાણમાં ઉત્પાદન પણ નબળું રહયુછે.  પોષણક્ષમ ભાવ કે વેચાણમાં પણ ખેડુતો મુશ્કેલી અનુભવી રહયાછે. સાથે સામાન્ય ઘઉ કરતા મોડી પાકતી જાત હોવાથી પિયત પણ વધું આપવા પડેછે.

exam 12 ટીટોડી ગામના ખેડુતે કર્યુ કાળા ઘઉંનું વાવેતર

જેના કારણે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં મોડુ થાયછે જેની સામે પુરતું ઉત્પાદન તથા પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે તથા ખાવામાં લોકો પસંદ ના કરતા હોવાનું ખેડુતો અનુમાન સેવી રહયાછે. જેના કારણે આગામી વર્ષોમાં કાળા ઘઉનું વાવેતર નહીવત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે કાળા ઘઉનું વાવેતર કરવા ઈચ્છતા ખેડુતોએ કાળા ઘઉનું વાવેતર કરેલ ખેડુતોનો અભિપ્રાય લઈને વાવેતર કરવું હિતાવહછે