Not Set/ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

નવસર્જન યાત્રા અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી છે. ત્યારે વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરવામા આવ્યું છે. રાહુલ ગાંધીએ આ વખતે દક્ષિણ ગુજરાતની ત્રણ દિવસની યાત્રાનો પ્રારંભ સુરતથી કરશે. જેમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, વ્યારા સહિતના જિલ્લાઓના વિવિધ ગામોનો પ્રવાસ કરશે. આ પ્રવાસ અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર પહોંચશે જ્યાં સીટી ગ્રાઉન્ડ […]

Gujarat
rahul gandhi new 1 કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

નવસર્જન યાત્રા અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી છે. ત્યારે વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરવામા આવ્યું છે. રાહુલ ગાંધીએ આ વખતે દક્ષિણ ગુજરાતની ત્રણ દિવસની યાત્રાનો પ્રારંભ સુરતથી કરશે. જેમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, વ્યારા સહિતના જિલ્લાઓના વિવિધ ગામોનો પ્રવાસ કરશે. આ પ્રવાસ અંતર્ગત ભરૂચ જિલ્લાના જંબુસર પહોંચશે જ્યાં સીટી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધીને આમોદ તરફ જવા રવાના થશે.

રાહુલ ગાંધી પ્રથમ દિવસે વ્યારાના સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે વાપી અને ત્રીજા અને અંતિમ દિવસે સુરતમાં રાત્રિ રોકાણ કરશે. દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સુરતના મિની સૌરાષ્ટ્ર અને પાટીદારોના ગઢ ગણાતા એવા વરાછા વિસ્તારમાં છેલ્લા દિવસે સાંજે જાહેરસભાને પણ સંબોધન કરશે.

આ મુલાકાત દરમિયાન તેઓ વાંસદામાં ઉનાઈ માતાના દર્શન કરશે. જાહેરસભા ઉપરાંત વેપાર-ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજશે જ્યારે મહિલાઓની સભા, આદિવાસી વિસ્તાર કપરાડામાં આદિવાસી આક્રોશ જનસભા, ખેડૂતો અને માછીમારો સાથે ખાટલા પરીષદ યોજશે