Gujarat/ ઊના યુવાનની હત્યામાં પોલીસ આરોપી સુધી પોહચી હોવા છતાં પણ અવઢવમાં

રીપોર્ટર: કાર્તિક વાજા (ઊના) ઉના શહેરના કાચરી વિસ્તારમાં રહેતો અલ્ફાઝ ઇમ્તિયાઝ શેખ કાઝી નામનો યુવક 7 ફેબ્રુઆરીના રોજ ગુમ થયા બાદ 12 ફેબ્રુઆરીના રોજ મૃત હાલતમાં મળી આવ્યો હતો. અને મૃતદેહ મળી આવતાં જ આ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પીએમ બાદ તેના પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું […]

Gujarat
1 187 ઊના યુવાનની હત્યામાં પોલીસ આરોપી સુધી પોહચી હોવા છતાં પણ અવઢવમાં

રીપોર્ટર: કાર્તિક વાજા (ઊના)

ઉના શહેરના કાચરી વિસ્તારમાં રહેતો અલ્ફાઝ ઇમ્તિયાઝ શેખ કાઝી નામનો યુવક 7 ફેબ્રુઆરીના રોજ ગુમ થયા બાદ 12 ફેબ્રુઆરીના રોજ મૃત હાલતમાં મળી આવ્યો હતો. અને મૃતદેહ મળી આવતાં જ આ યુવાનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પીએમ બાદ તેના પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ હત્યા કેસમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ હોવા છતાં પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી હોય તેમ પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.પોલીસના હાથમાં હથિયારો પણ આવ્યા નથી. તો પોલીસે હત્યારાને શોધી કાઢ્યા હોવા છતાં તેઓ હજુ અવઢવમાં છે કે શું? આ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે પોલીસ સ્ટેશનમાંથી એવી વાત સાંભળવા મળી રહી છે કે આ યુવકની હત્યા ફિલ્મ શ્યામ 2ની વાર્તા પર આધારિત છે.

આજે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જ્યાંથી લાશ મળી હતી તે સ્થળનું એસપી દ્વારા નિરીક્ષણ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ હત્યા કેસની સંપૂર્ણ માહિતી અને તપાસ અધિકારીને જરૂરી નિર્દેશો આપ્યા બાદ આ હત્યા ચર્ચાનો વિષય બની છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ફરસાણની લારી પર કામ કરતો મૃતક યુવક અલ્ફાઝ ઈમ્તિયાઝ શેખ કાઝી, લારી માલિકની પત્ની પણ આ હત્યામાં સામેલ છે કે કેમ? પોલીસ લારી માલિકની પત્ની નીલોફરની પણ પૂછપરછ કરી રહી હોવાથી પૂછપરછ પણ કરવામાં આવી છે. સીવાય મોબાઈલ લોકેશન ચેક કરીને જુદી જુદી દિશામાં ઘણી તપાસ કરવામાં આવી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવા છતાં ક્યાંક ભેળસેળ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ હત્યાનો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે ખુલાસો થવાની શકયતા નકારી શકાય તેમ નથી.