Not Set/ મોરબી : હળવદમાં બંઘ મકાનમાંથી 14 લાખના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

મોરબી, મોરબીના હળવદમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. અને 14 લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.ઘરધણી તેમના ગામે ગયાને પાછળ તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હતું.પોલીસે ફ્રીગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈને ચોરીનો ભેદ ઉકેલાવી કવાયત હાથ ધરી હતી આપને જણાવી દઈએ કે હળવદમાં આવેલ ગીરનારી નગરના એક બંધ મકનને […]

Gujarat Others
AAEA 5 મોરબી : હળવદમાં બંઘ મકાનમાંથી 14 લાખના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

મોરબી,

મોરબીના હળવદમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. અને 14 લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.ઘરધણી તેમના ગામે ગયાને પાછળ તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હતું.પોલીસે ફ્રીગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈને ચોરીનો ભેદ ઉકેલાવી કવાયત હાથ ધરી હતી

આપને જણાવી દઈએ કે હળવદમાં આવેલ ગીરનારી નગરના એક બંધ મકનને તસ્કરોએ નિશાન બનાવીને રૂ.11 લાખની કિંમતના સોનાના દાગીનાની ચીરી કરીને ફરાર થઈ ગયા હતા.જો કે મકાન મલિક બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે ખબર અંતર કાઢવા પોતાના ગામે ગયા હતા અને પાછળથી તસ્કરોએ તેમના બંધ મકાનને સાફ કરી નાખ્યું હતું.

મકાન માલિકે આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફિગર પ્રિન્ટ અને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદ લઈને ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર હળવદના ગિરનારી નગરમાં રહેતા અને માર્કેટીંગ યાર્ડમાં દુકાન ધરાવતા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ રવિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પોતનું મકાન બંધ કરીને તેમના ગામ રાયસંગપર ગયા હતા જેથી પાછળથી તેમના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું.તસ્કરો તેમના મકાનના પાછળના ભાગેથી પ્રવેશ કર્યો હતા.અને મકાનમાંથી રૂ.14 લાખના સોનાના ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.