Not Set/ Video : પાકિસ્તાનનાં સ્થાઇ દૂત ‘મલિહા લોધી’ ને પાકિસ્તાની નાગરિકે જ કહ્યુ, ચોર છો તમે

કાશ્મીર અંગે ભારતનાં નિર્ણય બાદ પાકિસ્તાન આખી દુનિયા પાસેથી મદદ માંગી રહ્યું છે, જ્યારે વિદેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકો પણ તેમના નેતૃત્વથી ખુશ નથી. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં કાયમી દૂત, મલિહા લોધીને તે સમયે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક પાકિસ્તાની વ્યક્તિએ તેમને એક કાર્યક્રમ દરમિયાન “ચોર” કહ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે, […]

World
freepressjournal 2019 08 881abf00 661f 456e abd2 622f9e68bbe8 Maleeha Video : પાકિસ્તાનનાં સ્થાઇ દૂત ‘મલિહા લોધી’ ને પાકિસ્તાની નાગરિકે જ કહ્યુ, ચોર છો તમે

કાશ્મીર અંગે ભારતનાં નિર્ણય બાદ પાકિસ્તાન આખી દુનિયા પાસેથી મદદ માંગી રહ્યું છે, જ્યારે વિદેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકો પણ તેમના નેતૃત્વથી ખુશ નથી. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં કાયમી દૂત, મલિહા લોધીને તે સમયે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક પાકિસ્તાની વ્યક્તિએ તેમને એક કાર્યક્રમ દરમિયાન “ચોર” કહ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે, તેઓ તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે યોગ્ય નથી.

maleeha lodhi Video : પાકિસ્તાનનાં સ્થાઇ દૂત ‘મલિહા લોધી’ ને પાકિસ્તાની નાગરિકે જ કહ્યુ, ચોર છો તમે

મલિહા લોધી સંયુક્ત રાષ્ટ્રનાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે એક પાકિસ્તાની શખ્સે તેમને પૂછ્યું કે શું તેણી (મલિહા) પાસે તેના પ્રશ્નોનાં જવાબ આપવા માટે એક મિનિટનો સમય છે? મલિહા તરફથી કોઈ જવાબ આવે તે પહેલા જ તે વ્યક્તિએ પોતાની વાત કહેવાની શરૂ કરી દીધી. તેણે કહ્યુ કે, ‘તમે છેલ્લા 15-20 વર્ષથી શું કરો છો? તમે અમારું પ્રતિનિધિત્વ કરવા લાયક નથી.’

આ પછી, મલિહાએ તે વ્યક્તિને ચૂપ રહેવાનું કહ્યું, પરંતુ તે સંમત ન થયો, ઉપરાંત તેણે પાકિસ્તાની રાજદ્વારીને એમ કહીને શાંત કરી દીધા કે તે જે કંઈ પણ બોલી રહ્યો છે તે કાયદાની વિરુદ્ધ નથી. મલિહાએ તે વ્યક્તિનાં વર્તન પર ઠપકો આપતા કહ્યુ કે, તે કેવી રેતે વાત કરી રહ્યો છે, જો કે તેની કોઇ અસર તે શખ્સ પર પડી નહી. તેટલુ જ નહી, જ્યારે પાકિસ્તાની રાજદ્વારીએ કાર્યક્રમ છોડવાનું શરૂ કર્યું, ત્યારે તે વ્યક્તિ તેની પાછળ જતા કહેવા લાગ્યો કે ‘શરમ આવે છે કે નહી. આટલા વર્ષો સુધી તમે ફક્ત પાકિસ્તાનીઓનાં પૈસા જ ખાતા રહ્યા છો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.