Not Set/ હનીમુન માટે શ્રીલંકા આવેલી મહિલાનું હોટલમાં ખાવાનું ખાવાથી થયુ મોત

શ્રીલંકામાં હનીમુન માટે આવેલો એક બ્રિટીશ ભારતીય વ્યક્તિ પોતાની પત્નિ સાથે ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હોટલમાં ખાવાનું ખાવા દરમિયાન તેની પત્નિનું મોત થયુ. પતિએ ક્યારે નહી વિચાર્યુ હોય કે તે હનીમુન માટે સાથે જાય છે અને એકલો પાછો આવશે. તેણે ક્યારે નહી વિચાર્યુ હોય કે તેની પત્નિની એક હોટલમાં રહસ્યમયી બિમારીથી મોત થઇ જશે. શ્રીલંકામાં […]

World Lifestyle Navratri 2022
srilanka woman હનીમુન માટે શ્રીલંકા આવેલી મહિલાનું હોટલમાં ખાવાનું ખાવાથી થયુ મોત

શ્રીલંકામાં હનીમુન માટે આવેલો એક બ્રિટીશ ભારતીય વ્યક્તિ પોતાની પત્નિ સાથે ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હોટલમાં ખાવાનું ખાવા દરમિયાન તેની પત્નિનું મોત થયુ. પતિએ ક્યારે નહી વિચાર્યુ હોય કે તે હનીમુન માટે સાથે જાય છે અને એકલો પાછો આવશે. તેણે ક્યારે નહી વિચાર્યુ હોય કે તેની પત્નિની એક હોટલમાં રહસ્યમયી બિમારીથી મોત થઇ જશે.

106905130 a2 હનીમુન માટે શ્રીલંકા આવેલી મહિલાનું હોટલમાં ખાવાનું ખાવાથી થયુ મોત

શ્રીલંકામાં થયેલી મોતનાં કારણે તંત્રએ પતિને ત્યા સુધી દેશ બહાર જવાની પરવાનગી આપી નથી જ્યા સુધી તેની પત્નિની મોતની તપાસ પૂરી ન થઇ જાય. આપને જણાવી દઇએ કે, ચંદારીયા નામનો 33 વર્ષીય વ્યક્તિ જે ઉત્તર-પશ્ચિમ લંડનમાં એક ફોનની દુકાનનાં માલિક છે. જે તેની પત્નિ ઉશિલા પટેલને હનીમુન મનાવવા શ્રીલંકા ગયો હતો. 31 વર્ષની ઉશિલા પટેલની મોતનો રાજ ખોલવા શ્રીલંકાની પોલીસ તપાસ કરી રહી છે. ચંદારિયાને તપાસમાં સાથ સહકાર આપવા શ્રીલંકાએ કહ્યુ છે. જો કે પોલીસે તેની ધરપકડ કરી નથી અને કોઇ કેસ પણ તેના વિરુદ્ધ દાખલ કર્યો નથી. કેસની તપાસ ચાલી રહી છે જે કારણે ચંદારીયાને બ્રિટેનમાં જવાની પરવાનગી શ્રીલંકા સરકારે આપી નથી.

srilanka woman56454 હનીમુન માટે શ્રીલંકા આવેલી મહિલાનું હોટલમાં ખાવાનું ખાવાથી થયુ મોત

ચંદારિયાનાં લગ્ન 19 એપ્રિલે લંડનમાં થયા હતા. જે પછી આ દંપત્તિ હનીમુન મનાવવા શ્રીલંકા આવી હતી. અહી તેઓ એક ફાઇવ સ્ટાર બીચ રિસોર્ટમાં રોકાયા હતા. અહીથી નીકળી તેઓ માલદીવ જવાના હતા. પરંતુ આ હોટલમાં ખાવાનું લીધા બાદ તે બંન્નેની તબિયત લથડી ગઇ હતી. ગભરાહટ સાથે ઉલ્ટી પણ થવા લાગી ત્યારે તેમણે મદદ માટે ફોન કરવામાં આવ્યો ત્યારે તે બંન્નેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જ્યા ચંદારીયા તો બચી ગયા પરંતુ તેમની પત્નિનું હોસ્પિટલમાં જ મોત નિપજ્યુ હતુ. આ વિશે જ્યારે ચંદારિયા સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યુ કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યુ કે તેની પત્નિની મોત ડીહાઇડ્રેશનથી એટલે કે ઉલ્ટીથી થઇ હતી.

આ મામલે હોટલ સ્ટાફનું કહેવુ છે કે, અમે અમારા ખાવાની સુરક્ષાને લઇને પૂર્ણ રીતે આશ્વત છીએ. આપને જણાવી દઇએ કે, ચંદારીયાને શરૂઆતી તપાસ દરમિયાન શ્રીલંકાથી જવાની પરવાનગી મળી હતી પરંતુ તેણે પોતાની પત્નિનાં શવ વિના જવાની મનાઇ કરી દીધી હતી. તાજા જાણકારી મુજબ હવે તેને ત્યા સુધી જવાની પરવાનગી નથી જ્યા સુધી મોતથી સંબંઘિત દરેક રિપોર્ટ આવી ન જાય.