Pakistan/ ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પાકિસ્તાને પરમાણુ હથિયર લઇ જવા સક્ષમ મિસાલઇનું પરીક્ષણ કર્યું

પરમાણુ હથિયારોને લઇ જવા સક્ષમ ગૌરી મિસાઇલની રેન્જ 1300 કિલોમીટર છે

World Trending
Pakistan successfully conducts training launch of Ghauri Weapon System ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પાકિસ્તાને પરમાણુ હથિયર લઇ જવા સક્ષમ મિસાલઇનું પરીક્ષણ કર્યું

એશિયા ખંડમાં અશાંતિ ઉભુ કરવા પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ કર્યું છે. મંગળવારે પાકિસ્તાને ગૌરી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાને આ ટ્રેનિંગ લોન્ચ ઓપરેશનલ અને ટેક્નીકલ ક્ષમતાની પરખ કરવા માટે કર્યું છે. રાવલપિંડીમાં આઇએસપીઆર તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર મિસાઇલ લોન્ચને કમાન્ડર આર્મી સ્ટ્રેટિજીક ફોર્સ કમાન્ડના વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની હાજરીમાં કરવામાં આવ્યું.

આ મિસાઇલ પરમાણુ હથિયારો લઇ જવાની ક્ષમતા રાખે છે. પરમાણુ હથિયારોને લઇ જવા સક્ષમ ગૌરી મિસાઇલની રેન્જ 1300 કિલોમીટર છે. પાકિસ્તાની પાંચ વર્ષ પહેલા આ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.

પાકિસ્તાન મીડિયાએ થોડા વર્ષ પહેલા દાવો કર્યો હતો કે 1300 કિલોમીટરની કથિત રેન્જ ધરાવતી અને 700 કિલોગ્રામનો પેલોડ લઇ જવા સક્ષમ ગૌરી મિસાલને સિયાલકોટ અને કરાચની વચ્ચે ભારતની સરહદ નજીક છ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો હતો કે આ તૈનાતીને પગલે પાકિસ્તાન નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઇ, નાગપુર, જલંધર અને જેસલમેર જેવા ભારતના શહેરને નિશાન બનાવવા સક્ષમ છે.

ગૌરી મિસાઇલ પાકિસ્તાની સેનાના ભંડારની અગત્યની મિસાઇલમાંથી એક છે. ગૌરી-1નું પહેલું પરીક્ષણ 6 એપ્રિલ 1998ના જેલમ કેન્ટ પાસે ટેસ્ટ ફાયરિંગ રેન્જમાં કર્યું હતું. તે સમયે મિસાઇલને એક ટ્રાન્સપોર્ટર ઇરેક્ટર લોન્ચરની મદદથી ફાયર કરવામાં આવી હતી અને 9 મિનિટ અને 58 સેકન્ડની ઉડાનમાં 1100 કિમીનું અંતર કાપ્યું હતું. ત્યાર બાદ અલગ-અલગ સમય પર તેના પરીક્ષણ કરવામાં આવ્યાં છે.

ગૌરી બેલેસ્ટિક મિસાઇલ 1300 કિલોમીટરનું અંતર સુધી પારંપરિક અને પરમાણુ બંને પ્રકારના હથિયારો લઇ જવા સક્ષમ છે. પાકિસ્તાન પાસે લાંબા અંતરની ગૌરી અને શાહીન મિસાઇલ છે. આ ઉપરાંત ટુંકા અંતરની નસ્ત્ર, હત્ફ, ગઝનવી અને અબ્દાલી છે, જેની ક્ષમતા 60થી 320 કિમી સુધી છે.

ગૌરી વેપન સિસ્ટમનું ટ્રેનિંગ લોન્ચ પાકિસ્તાન તરફથી અબાબીલ હથિયાર સિસ્ટમના સફળ પરીક્ષણના છ દિવસ બાદ થયું છે.


whatsapp ad White Font big size 2 4 ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પાકિસ્તાને પરમાણુ હથિયર લઇ જવા સક્ષમ મિસાલઇનું પરીક્ષણ કર્યું


આ પણ વાંચોઃ  મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની

આ પણ વાંચોઃ શાહ પછી પીએમ મોદી આવશે ગુજરાતમાં, બે દિવસનું રોકાણ

આ પણ વાંચોઃ એશિયામાં યુદ્ધનો ખતરો, અમેરિકાએ થાડ અને પેટ્રિયક મિસાલ તૈનાત કરશે