israel hamas war/ એશિયામાં યુદ્ધનો ખતરો, અમેરિકા થાડ અને પેટ્રિયક મિસાલ તૈનાત કરશે

અમેરિકા તરફથી થાડ અને ડિફેન્સ સિસ્ટની તૈનાતી સ્પષ્ટ થઇ ગયું છે કે તે હવે સીધુ યુદ્ધમાં કુદશે

Top Stories World
israel hamas war us thaad and patriot deployment escalates war risk in west asia એશિયામાં યુદ્ધનો ખતરો, અમેરિકા થાડ અને પેટ્રિયક મિસાલ તૈનાત કરશે

અમેરિકાએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મોટું નિર્ણય લીધો છે. અમેરિકાએ પશ્ચિમ એશિયામાં થાડ મોબાઇલ એન્ટી બેલેસ્ટીક મિસાઇલ સિસ્ટમ અને પેટ્રિયટ બેટરી મોકલવાની જાહેરાત કરી છે. અમેરિકાના રક્ષા સચિવ લૉયડ ઓસ્ટિને કહ્યું કે અમેરિકી દળોની સુરક્ષા માટે મધ્ય પુર્વમાં એન્ટી મિસાલ સિસ્ટમ તૈનાત કરશે જેનાથી અમેરિકાના બેઝની સુરક્ષા વધારી શકાય.

અમેરિકાના રક્ષા અધિકારીઓએ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને પગલે મિડલ ઇસ્ટમાં પોતાના સૈનિકો પર હુમલાનો ભયની આશંકા વ્યક્ત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંક અને રક્ષા સચિવ લૉયડ ઑસ્ટિને કહ્યું કે મધ્ય પૂર્વમાં અમારા સૈનિકો અને નાગરીકો પર હુમલાની સંભાવનાને નકારી શકાય નહીં. એવામાં અમેરિકા એન્ટી મિસાલ સિસ્ટમ મોકલી રહ્યાં છે.

ગાઝામાં ચાલી રહેલું સંકટ હવે પેલેસ્ટાઇન અને ઇઝરાયલથી વધી રહ્યું છે. ઇઝરાયલની સેનાએ સીરિયામાં હુમલો કર્યો છે અને દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલો કર્યો છે. સ્પુતનિક ઇન્ટરનેશનલે ડિફેન્સ એક્સપર્ટ સાથે વાતચીતના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર અમેરિકા તરફથી થાડ અને ડિફેન્સ સિસ્ટની તૈનાતી સ્પષ્ટ થઇ ગયું છે કે તે હવે સીધુ યુદ્ધમાં કુદશે.

અમેરિકાના નિર્ણયથી સ્પષ્ટ થઇ ગયું છે તે ઇઝારયલની સાથે ઉભું છું. અમેરિકા આ સમયે સમગ્ર મધ્ય પૂર્વમાં બેઝ બનાવ્યાં છે. ઇરાનની આસપાસ જ તેના 35 બેઝ છે. એવામાં અમેરિકાની સામે પોતાના બેઝને કોઇ નુકસાનથી બચવું મોટો પડકાર છે.


whatsapp ad White Font big size 2 4 એશિયામાં યુદ્ધનો ખતરો, અમેરિકા થાડ અને પેટ્રિયક મિસાલ તૈનાત કરશે


આ પણ વાંચોઃ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે Googleની મોટી કાર્યવાહી

આ પણ વાંચોઃ હમાસે બે ઈઝરાયેલી બંધકોને કર્યા મુક્ત, હજુ 220 નાગરિકો કેદમાં

આ પણ વાંચોઃ બરાક ઓબામાએ નેતન્યાહુને કર્યા સાવધાન, “ઈઝરાયલની આ હરકતોથી નુકસાન થશે”