Not Set/ એકવાર ફરી પાકિસ્તાને કરી નાપાક હરકત, યુદ્ધવિરામનું કર્યુ ઉલ્લંઘન, એક જવાન શહીદ

પાકિસ્તાન સતત તેની હરકતોથી શાંતિને ભંગ કરી રહ્યુ છે. ફરી એકવાર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, આ ફાયરિંગમાં એક સૈનિક શહીદ થયો છે જ્યારે 3 અન્ય ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરનાં પૂંછમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થયું હતું. અહેવાલો અનુસાર, આર્ટિલરી ગનનો ઉપયોગ પાકિસ્તાને કર્યો […]

Top Stories India
ceasefire એકવાર ફરી પાકિસ્તાને કરી નાપાક હરકત, યુદ્ધવિરામનું કર્યુ ઉલ્લંઘન, એક જવાન શહીદ

પાકિસ્તાન સતત તેની હરકતોથી શાંતિને ભંગ કરી રહ્યુ છે. ફરી એકવાર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, આ ફાયરિંગમાં એક સૈનિક શહીદ થયો છે જ્યારે 3 અન્ય ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરનાં પૂંછમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થયું હતું. અહેવાલો અનુસાર, આર્ટિલરી ગનનો ઉપયોગ પાકિસ્તાને કર્યો હતો. જો કે ભારતીય સેનાએ પણ તેનો યોગ્ય જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનને પણ ભારે નુકસાન કર્યુ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, શનિવારે દેગવાર સેક્ટરમાં શનિવારે 8 ફેબ્રુઆરીએ યુદ્ધવિરામનો ભંગ થયો હતો. પાકિસ્તાને એલઓસી પર મોર્ટાર સાથે નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, આ અગાઉ મંગળવારે પાકિસ્તાની સેનાએ ભારતીય સીમા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તેની નકારાત્મક પ્રવૃત્તિઓને રોકવાની જગ્યાએ વધુ કરી રહ્યુ છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાનનાં આ નકારાત્મક કૃત્યનો યોગ્ય જવાબ આપતા ભારતીય સૈનિકોએ મોરચો સંભાળી લીધો હતો. પાકિસ્તાનનાં આ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં કોઈ જાનહાની થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.