Covid-19/ દેશમાં વધુ એક દિવસ કોરોના કંટ્રોલમાં,  છેલ્લાં 24 કલાકમાં માત્ર 17,900 કેસ

દેશમાં વધુ એક દિવસ કોરોના કંટ્રોલમાં,  છેલ્લાં 24 કલાકમાં માત્ર 17,900 કેસ

Top Stories India
corona 123 દેશમાં વધુ એક દિવસ કોરોના કંટ્રોલમાં,  છેલ્લાં 24 કલાકમાં માત્ર 17,900 કેસ

વૈશ્વિક મહામારી કોરોના એ વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમ્નમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એક બાજુ અમેરિકા અને uk જેવા દેશો આજે કોરોનાથી થથરી રહ્યા છે. ઈઝરાઈલ અને ઉકમાં ફરી લોક ડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યારે ખરેખર ભારત અને ભારતીયો માટે આ સારા સમાચાર છે.

આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં માત્ર 17,900 કેસ સામે આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રિકવરી 21,100 છે. આ સાથે એક્ટિવ કેસ હવે 2.25 લાખથી ઓછા છે. મૃત્યુઆંક હવે 1.50 લાખને પાર પહોચ્યો છે. તો રિકવરી આજે જશે 1 કરોડને પાર. થઇ  જશે.

કોરોના વાયરસની સૌથી વધુ અસર

અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં જોવા મળી છે. વર્લ્ડ મીટર મુજબ, વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં ગત દિવસમાં 3 હજાર 468 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, બ્રાઝિલ, બ્રિટન, ઇટાલી, મેક્સિકો, જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ, પોલેન્ડ અને ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા હતા. ડિસેમ્બર 17 ના રોજ, વિશ્વમાં 7.38 લાખ કોરોના કેસ સૌથી વધુ હતા અને 30 ડિસેમ્બરે 15,121 લોકોના મોત થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…